ભારતના રાષ્ટ્રપતિને ભારતીય પ્રથમ નાગરિક તરીકે ઓળખવામાં આવે છે.અને દેશમાં તેમને સૌથી ઉચ્ચતમ સ્થાન પણ આપવામાં આવે છે. તેમજ તેમને દેશની સૌથી વૈભવી રહેણાંક અને સુવિધાઓ પણ પ્રદાન કરવામાં આવે છે. આપણે જાણીશું કે તેમના કાર્યકાળ દરમિયાન તેમને કઇ કઇ સુવિધાઓ આપવામાં આવે છે.
સૌપ્રથમ તેઓ પોતાના રાજકીય ફરજો બજાવતા હોય ત્યાં સુધી તેઓને રાષ્ટ્રપતિ ભવનમાં જ રહેવાનું હોય છે. તે રાષ્ટ્રપતિ ભવન H આકારમાં ઘડાયેલું છે. અને કુલ ૩૩૦ એકરમાં બનાવવમાં આવ્યું છે. જેમાં કુલ ૩૫૦ ઓરડા ,૭૪ વરંડા ,૧૮ સીડીઓ ,૭૦ કરોડ ઇંટો, ૨૨૭ થાંભલા ,૩૭ ફુવારા અને ૧૪ લિફ્ટનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત ૧૫ એકરનો બગીચો તેમાં કુલ ૭૦ પ્રજાતિના ૫૦૦૦ મોસમી ફૂલો ઉગાડવામાં આવે છે. તેમજ ઇમારતમાં સાંચીના બૌદ્ધ જેવો સેન્ટ્રલ ડોમ , અને જમણમાં તાંબાની પ્લેટનો સમાવેશ થાય છે. જે ભવનમાં આકર્ષણ કેન્દ્ર બને છે.
રાષ્ટ્રપતિ ભવનની દિવાલો પર અલગ-અલગ સંસ્કૃતિ દશાઁવતી ચિત્રકલાઓ પણ મૂકવામાં આવી છે. તેમજ મહેમાનોના ભોજન માટે બેન્કવેટની સુવિધાનો પણ સમાવેશ થાય છે. જેમાં ૧૦૦ થી વધુ લોકો આરામથી જમી શકે છે. અને લોયલ લુક આપતી લાઇબ્રેરી પણ રાષ્ટ્રપતિ ભવનમાં બનાવવમાં આવી છે.
જો આગળ વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ ત્રણ સેનાના વડા હોવાથી તેમને ૨૫૨ વર્ષ જૂનુ આમીઁ યુનિટ આપવામાં આવે છે. તેની ખાસિયત છે કે આર્મી યુનિટમાં ૬ ફૂટ ધરાવતા આમીઁમેની જ ભરતી કરવામાં આવે છે. તેમજ રાષ્ટ્રપતિને ભારત-પાકિસ્તાન વચ્ચે ટોસમાં જીતેલી સોનાની બગી પણ પ્રદાન કરવામાં આવે છે.
જયારે પણ રાષ્ટ્રપતિ ભવનની બહાર નિકળે છે. ત્યારે તે મર્સિડિઝ બેન્ઝ એસ કલાસનો જ ઉપયોગ કરે છે. તેની ખાસિયત છે કે તેમાં સેટેલાઇટ સિસ્ટમ અને જામર તેમાં લગાડવામાં આવે છે. આ ગાડી એટલા હદ સુધી સુરક્ષિત છે
કે તેમાં કોઇ પણ વ્યકિત જો એકે -૪૭ થી હુમલો કરશે છતાં પણ ગાડીમાં બેઠેલા વ્યકિતિને કોઇ નુકસાન નહી પહોચે.