બિપરજોય વાવાઝોડાને કારણે રાજયના ઘણા એવા લોકો છે જેમના પોતાના ઘર છીંનવાઇ ગયા છે.ખેતરોમાં પાણી ભરાઇ ગયાં છે અને હાલ તેમના પાસે એક સમયનું જમણ પણ નથી.
ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતો સહાયની માંગ કરી રહયાં છે.તેથી સરકાર દ્રારા ઝડપથી અને સચોટ રીતે નુકસાનીનો સર્વ હાથ ધરાયો છે.અને તેની સહાય પણ ખૂબ ઝડપથી લોકો સુધી પહોંચાડવામાં આવશે.