ગુજરાત બાદ હવે આસમમાં પૂરનું મોજુ ફરી વળ્યું છે.ઠેર-ઠેર લોકોના ઘરે પાણી ઘૂસી ગયા છે અને લોકોની ઘર-વખરી તણાઇ ગયેલી જોવા મળી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટિના જણાવ્યા અનુસાર રાજયમાં અત્યારસુધીમાં કુલ ૧ લાખ અને ૧૯ હજાર લોકો પ્રભાવિત થયા છે.અને ૧૦ જેટલા જીલ્લાઓ ના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે.જે બકસા, બપરેટા, દરરંગ, ધેમાજી, ધુબરી, કોકરીઝાર, લખીમપુર, નલબારી,સોનિતપુર અને ઉદલગિરી જીલ્લાઓ છે.
સૌથી વધુ નલબારી જીલ્લો પૂરથી પ્રભાવિત થયો છે. તે જીલ્લામાં NDRF ની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.જીલ્લામાં ૪૫,૦૦૦ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.સૌથી વધુ આ જીલ્લામાં લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
#WATCH | Several villages in Assam, flooded following torrential rain in the past few days pic.twitter.com/ln1Iy3ChXQ
— ANI (@ANI) June 22, 2023
હાલના સમય માટે હવામાન વિભાગ દ્રારા રાજયમાં યેલો એલર્ટ જાહેર કર્યુ છે અને ૨ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.