નડિયાદ સો મીલ ઓનર્સ એસોસિએશન દ્વારા ઉમા ભવન, મંજીપુરા રોડ ખાતે સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી વિના મૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહી રોપા વિતરણ અને વૃક્ષારોપણ કર્યું હતું.
નડિયાદની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત નીચે જણાવેલ ૬ જગ્યાઓ પરથી નિઃશુલ્ક રોપા મેળવી શકાશે અને નડિયાદને લીલુંછમ કરવાં સહભાગી બની શકાશે.
૧) સંતરામ વે-બ્રિજ, કમળા રોડ. ૨) સંતરામ વે-બ્રિજ, મંજીપુરા રોડ. ૩) દિપક વે-બ્રિજ, જવાહર નગર. ૪) વાસુદેવ ટીમ્બર્સ. ૫) સાયોના વે-બ્રિજ, પીપલગ ચોકડી.
આ ઉમદા કાર્ય છેલ્લા 23 વર્ષથી સામાજિક વનીકરણ વિભાગના સહયોગ થી નડિયાદ સો-મીલ ઓનર્સ એસોશીએશન દ્વારા યોજવામાં આવે છે જે પૈકી દર વર્ષે 3 થી 4 લાખ જેટલા રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. આજદિન સુધી 65,54,400 જેટલા રોપા નું વિતરણ કરવામાં આવ્યું છે. 1000 થી વધુ રોપા લઈ જનાર ખેડૂત મિત્રોના સંપર્કમાં રહી રોપ ઉછેરનો સર્વે કરવામાં આવે છે જેનો સક્સેસ રેશિયો 80 થી 85% સુધીનો છે. આવા ઉમદા કાર્ય માટે હું આયોજકોને હૃદયથી બિરદાવું છું.
આ કાર્યક્રમ ખાતે DCF ખેડા, ACF ખેડા, પ્રમુખ ટીમ્બર એસો, પૂ.પ્રમુખ ટીમ્બર એસો.,સરપંચ કમળા, સરપંચ મંજીપુરા ગામ અને સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.
યેશા શાહ