ભારત ચન્દ્ર પર રાષ્ટ્રધ્વજ મોકલનારો ચોથો અને ચન્દ્રના દક્ષિણ ધ્રુવ નજીક પહોંચનારો પહેલો દેશ બનશે. આ એ જ વિસ્તાર છે, જ્યાં ચન્દ્રયાન-1 વખતે મૂન ઈમ્પેક્ટ પ્રોબ છોડાયું હતું અને ઈસરોએ ત્યાં પાણીની શોધ કરી હતી. ત્યાં જ ચન્દ્રયાન-2નું ક્રેશ લેન્ડિંગ થયું હતું.
જોકે તેના ઓર્બિટર થકી ઈસરો આ વિસ્તારની હાઈ રિઝોલ્યુશન તસવીરો મેળવતું રહ્યું છે. તેની મદદથી ઈસરોએ અહીંનો 30 સે.મી. રિઝોલ્યુશન મેપ તૈયાર કરી લીધો છે. આમ, ઈસરો પાસે આ વિસ્તારની ઊંડી માહિતી છે. અહીંના દરેક પથ્થર અને ખાડાના આકાર, ઊંચાઈ અને ઊંડાણની ઈસરો પાસે માહિતી છે. આ માહિતીની મદદથી ઈસરો પાસે લેન્ડરને શક્ય એટલું સરળ લેન્ડિંગ કરાવવા યોગ્ય સ્થળ પસંદ કરવામાં મદદ મળી છે.
આ વખતે લેન્ડરના ગાઈડન્સ સોફ્ટવેરમાં પણ ફેરફાર કરાયો છે, જે ગઈ વખતે શક્ય ન હતું. ઓર્બિટરની મદદથી મળતી તસવીરોનો આંકડો પણ સોફ્ટવેર પાસે હશે, જેથી ચન્દ્ર પર ઉતરતી વખતે લેન્ડરના કેમેરા સપાટીનું સ્કેનિંગ કરતા હશે. આ ઉપરાંત પહેલેથી ઉપલબ્ધ એ સ્થળની તસવીરો સાથે મેચ કરીને જોઈ શકશે તે સ્થળ ઉતરાણ માટે કેટલું યોગ્ય છે. જો લેન્ડરને સ્થળ બદલવાનો નિર્ણય કરવો હશે તો તેની પાસે નિર્ણય લેવા 96 મિલી સેકન્ડનો સમય હશે.
LVM3 M4/Chandrayaan-3 Mission:
Mission Readiness Review is completed.
The board has authorised the launch.
The countdown begins tomorrow.
The launch can be viewed LIVE onhttps://t.co/5wOj8aimkHhttps://t.co/zugXQAY0c0https://t.co/u5b07tA9e5
DD National
from 14:00 Hrs. IST…
— ISRO (@isro) July 12, 2023
આ વખતે લેન્ડરમાં 4 જ એન્જિન, પાંચમું હટાવ્યું
આ વખતે લેન્ડરમાં ચારેય ખૂણામાં લગાવેલાં ચાર એન્જિન (થ્રસ્ટર) હશે, પરંતુ ગઈ વખતે વચ્ચે લગાવ્યું હતું તેવું પાંચમું એન્જિન હટાવી દેવાયું છે. આ ઉપરાંત ફાઈનલ લેન્ડિંગ ફક્ત બે એન્જિનની મદદથી જ થઈ શકશે, જેથી બે એન્જિન ઈમર્જન્સીમાં કામમાં આવી શકે. આ વખતે ઓર્બિટરના સ્થાને પ્રપલ્સન મોડ્યુલ છે ચન્દ્રની પરિક્રમામાં ફરશે.
આ રીતે ચન્દ્ર મહત્ત્વનો છે.
- ચન્દ્રના ગુરુત્વાકર્ષણથી પૃથ્વી ધીમી ગતિએ ફરે છે. ચન્દ્ર ના હોય તો પૃથ્વી ઝડપથી ફરે અને દિવસ છ જ કલાકનો થઈ જાય.
- ચન્દ્ર ના હોય તો આપણને ચન્દ્ર કે સૂર્યગ્રહણ ના દેખાય.
- પૃથ્વી પર ચન્દ્રગ્રહણ થાય છે, ત્યારે ચન્દ્ર પર સૂર્યગ્રહણ થાય છે.
- ધરતી પરથી સૂર્ય-ચન્દ્ર એક આકારના દેખાય છે. સૂર્યની તુલનામાં પૃથ્વીથી 400 ગણો નજીક હોવાથી ચન્દ્ર સૂર્ય જેટલો દેખાય છે.
- ધરતીથી ચન્દ્રનો ફક્ત 55-60% ભાગ દેખાય છે.
- ચન્દ્ર પર અત્યાર સુધી 12 લોકો જઈ શક્યા છે. જોકે 1972 પછી છેલ્લા 51 વર્ષથી કોઈ માણસે ચન્દ્રની સપાટી પર પગ નથી મૂક્યો.
‘ફેટ બોય’ કેમ? ચંદ્રયાન-3ને ‘ફેટ બોય’ એલવીએમ-એમ4 રોકેટ પૃથ્વીની કક્ષામાં લઈ જશે. સૌથી લાંબુ (43.5 મી.), સૌથી વજનદાર (6,40,000 કિ.ગ્રા.) છે.
જુલાઈ જ કેમ? વર્ષના આ સમયે પૃથ્વી અને ચંદ્ર એકબીજાની સૌથી નજીક હોય છે. એટલે ચંદ્રયાન-2 પણ 22 જુલાઈ 2019ના રોજ લૉન્ચ કરાયું હતું.