પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓ વિરુદ્ધ હિંસાનો સિલસિલો સતત યથાવત છે. હવે કરાચીમાં હિન્દુઓના 150 વર્ષ જૂના મંદિરને રાત્રે અંધારામાં સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. મોટી વાત છે કે આ દરમિયાન મંદિરમાં હુમલો કરનાર લોકોને પોલીસે સુરક્ષા પ્રદાન કરી હતી. કહેવામાં આવે છે કે જ્યારે સવારે મંદિરના પુજારી પહોંચ્યા તો તેમણે 150 વર્ષ જૂના આ પવિત્ર પૂજા સ્થળને ધ્વસ્ત કરી દીધુ. તેનું નામ મરી માતા મંદિર હતું. આ મંદિર કરાચીના ભીડભાડવાળા સોલ્જર બાઝાર વિસ્તારમાં આવેલું હતું.
ડોનના સ્થાનીક લોકોના હવાલાથી જણાવ્યું કે મંદિર પાડવાની ઘટના શુક્રવારે રાત્રે થઈ, જ્યારે આ વિસ્તારમાં લાઈટ નહોતી. ત્યારે ખોદવાનું કામ કરનારી અને મકાન તોડનારી ઘણી મશીન આ વિસ્તારમાં પહોંચી હતી. તેણે બહારની દીવાલી અને મુખ્ય દ્વારને યથાવત રાખતા અંદરના તમામ માળખાનો નાશ કરી દીધો છે. સ્થાનીક નિવાસીઓએ જણાવ્યું કે બુલડોઝર અને અન્ય ઉપકરણ ચલાવનાર વ્યક્તિઓને કવર આપવા માટે પોલીસનું વાહન પણ ઘટનાસ્થળ પર હાજર હતું.
पाकिस्तानी नागरिक सीमा हैदर के शादी करने के लिए भारत भाग आने के बाद हिंदूओं पर अत्याचार बढ़ा है।
पाकिस्तान के कराची में हिंदुओ के प्राचीन मंदिर को बुलडोज़र से तोड़ दिया गया।#Pakistan #hindu #hinduinpakistan #minorities #Temple pic.twitter.com/7lNIy6HEb5
— One India News (@oneindianewscom) July 16, 2023
અન્ય મંદિર પર પણ હુમલો
પાકિસ્તાની અખબાર ડોનના એક રિપોર્ટ પ્રમાણે એક ગેંગે રવિવારે સિંધના કાશમોરમાં એક મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કર્યો છે. હુમલોખારોએ ગૌસપુર પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં એક પૂજા સ્થળ અને આસપાસના સમુદાયના ઘરો પર હુમલો કર્યો છે. તેમણે ન માત્ર મંદિરને નિશાન બનાવ્યું પરંતુ ગોળીબારી પણ કરી હતી. ત્યારબાદ કાશ્મોર-કંધકોટના એસએસપી ઇરફાન સૈમ્મોના નેતૃત્વમાં પોલીસની ટીમ ઘછટનાસ્થળે પહોંચી હતી. નોંધનીય છે કે સીમા હૈદર પણ પાકિસ્તાનના સિંઘ પ્રાંતની રહેવાસી છે.
મંદિર પર રોકેટથી હુમલો
પોલીસ અધિકારીએ કહ્યું કે પૂજા સ્થળ પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે મંદિર બંધ હતું. અધિકારીએ કહ્યું કે આ બાગડી સમુદાય દ્વારા સંચાલિત ધાર્મિક સેવાઓ માટે દર વર્ષે ખુલે છે. અધિકારીએ કહ્યું કે હુમલો કર્યા બાદ અસામાજિક તત્વો ભાગી ગયા છે અને તેને પકડવા માટે પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
“સીમા હૈદર” વાળી ઘટના પછી હુમલા વધ્યા
એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ હમણાં તાજેતરમાં પાકિસ્તાની મુસ્લિમ મહિલા સીમા હૈદર તેના બાળકો સાથે ભારતનાં ઉત્તરપ્રદેશમાં હિંદુ યુવક સાથે ભાગીને રહેવા આવી ગઈ છે. આ નાટ્યાત્મક ઘટના બાદ પાકિસ્તાનમાં હિંદુઓ અને ખાસ કરીને હિંદુ મહિલાઓ કટ્ટરવાદીઓના નિશાના ઉપર આવી ગઈ છે. એમના છેડછાડથી માંડી અપહરણ સુધીની ઘટનાઓમાં વધારો નોધાયો છે.
હિંદુ પરિવારો આવા હુમલાઓથી બચવા દિવસો સુધીનું કરિયાણું ઘરમાં સંગ્રહ કરી બહાર નિકળવાનું ટાળી રહ્યાના અહેવાલો મળી રહ્યા છે. સાથે મંદિરો ઉપરના હુમલાઓથી હિંદુઓમાં ભય વ્યાપ્યો છે.