વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. તેને જોતા રાષ્ટ્રપતિ જો બાયડને આજે રાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો જાહેર કર્યો છે. જો બાયડને ટ્વિટર અને યુટ્યુબ પર તેમનો એક અભિયાનનો વીડિયો શેર કર્યો છે. તેમણે આ અભિયાનને ‘Lets Finish The Job’ નામ આપ્યું છે.
રાષ્ટ્રપતિ જો બાયડને 80 વર્ષના છે અને માનવામાં આવે છે કે આ તેમની છેલ્લી ચૂંટણી હોય શકે છે. વીડિયોમાં બાયડને અમેરિકાના નાગરિકોને લોકશાહી બચાવવા માટે તેમને ફરીથી ચૂંટવાની અપીલ કરી છે. આ વીડિયો બાયડનની 2020ની ચૂંટણી પ્રચારની ચોથી એનિવર્સિરી પર રિલીઝ કરવામાં આવ્યો છે. બાયડનની ટીમ આ કેમ્પેઈન વીડિયોને લઈને ઘણા સમયથી કામ કરી રહી હતી.
Every generation has a moment where they have had to stand up for democracy. To stand up for their fundamental freedoms. I believe this is ours.
That’s why I’m running for reelection as President of the United States. Join us. Let’s finish the job. https://t.co/V9Mzpw8Sqy pic.twitter.com/Y4NXR6B8ly
— Joe Biden (@JoeBiden) April 25, 2023
વીડિયો શેર કરીને જો બાયડને લખ્યું છે કે દરેક પેઢી પાસે એક એવી ક્ષણ હોય છે જ્યાં તેમણે લોકશાહી અને મૂળભૂત સ્વતંત્રતાઓ માટે ઊભા રહેવું પડે છે. એટલા માટે હું ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મારો દાવો રજૂ કરી રહ્યો છું. ‘Lets Finish The Job’. બાયડન અમેરિકાના ઈતિહાસના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ બન્યા. જો બાયડન આ ચૂંટણી જીતશે તો તેમની બીજી ટર્મના અંત સુધીમાં તેઓ 86 વર્ષના થઈ જશે.
કેટલાક દાયકાઓથી રાજકારણમાં સક્રિય રહેલા રાષ્ટ્રપતિ જો બાયડને છેલ્લી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે પણ ચૂંટણી લડવા માટે રિપબ્લિકન ઉમેદવાર તરીકે પોતાનો દાવો રજૂ કર્યો છે. તેઓ ઘણા મહિનાઓથી પ્રચારમાં વ્યસ્ત છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 2024માં 5 નવેમ્બરે યોજાશે.