મનીષ સિસોદિયાની પત્ની સીમા સિસોદિયાની તબિયત મંગળવારે બગડતાં તે જ સમયે તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયાની પત્ની લાંબા સમયથી મલ્ટીપલ સ્ક્લેરોસિસ (Multiple Sclerosis ) નામની બીમારીથી પીડિત છે. આ રોગનું ગંભીર પાસું એ છે કે, આમાં શરીર પર મનનો કાબૂ ઓછો થતો જાય છે.
મલ્ટીપલ સ્ક્લેરોસિસ એ એક ગંભીર રોગ છે જે માનવ મગજ અને કરોડરજ્જુને અક્ષમ કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે માયલિન પર હુમલો કરે છે. મલ્ટિપલ સ્ક્લેરોસિસ ચેતા તંતુઓને અસર કરે છે. તે મગજ અને બાકીના શરીર વચ્ચેના સંચારને તોડી નાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જે રોગગ્રસ્ત ચેતા તંતુઓના કાયમી નુકસાન અથવા અધોગતિનું કારણ બને છે.