પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશનના ડાયરકેટર જનરલ મેજર જનરલ અહેમદ શરીફે મંગળવારે પોતાની પહેલી પત્રકાર પરિષદને સંબોધી હતી.જેમાં તેમણે ભારતને ખોખલી ધમકી આપી હતી અને કહ્યુ હતુ કે, ભારતે કોઈ પણ પ્રકારનુ દુસાહસ કરવાનો પ્રયત્ન કર્યો તો પાકિસ્તાની સેના તેનો જડબાતોડ જવાબ આપશે.
અહેમદ શરીફે આગળ કહ્યુ હતુ કે, ભારત કોઈ ભ્રમમાં રહીને પાકિસ્તાન સામે ષડયંત્ર રચવાની કોશિશ કરશે તો અમે તેનો આકરો જવાબ આપીશું.જરુર પડી તો અમે આ લડાઈને ભારતની અંદર જઈને પણ લડી શકીએ તેમ છે.