IPL 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર આ સિઝનની બાકીની મેચોમાં ટીમનો હિસ્સો રહેશે નહીં. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી ટ્વીટ કરીને સુંદરના ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવાની માહિતી આપી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી શેર કરી હતી કે હેમસ્ટ્રિંગની ઇજાને કારણે વોશિંગ્ટન સુંદર આ સિઝનની બાકીની મેચો રમી શક્શે નહીં. જો કે ટીમે સુંદરના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી.
IPLની આ સિઝનમાં વોશિંગ્ટન સુંદર હજુ સુધી બેટ અને બોલથી પ્રભાવ પાડી શક્યો ન હતો. IPL 16માં સુંદરે 7 મેચોની પાંચ ઇનિંગ્સમાં 15ની એવરેજ અને 100ની સ્ટ્રાઇક રેટથી માત્ર 60 રન બનાવ્યા હતા. આ દરમિયાન સુંદરનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 24 રન હતો. બોલ સાથે પણ સુંદરે આ સિઝનમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. સુંદરે આ સિઝનમાં 7 મેચમાં 17.4 ઓવર ફેંકીને માત્ર ત્રણ વિકેટ લીધી હતી. સુંદરને એક જ મેચમાં ત્રણ વિકેટ મળી હતી જ્યારે બાકીની 6 મેચમાં તે બીજી કોઈ વિકેટ લઈ શક્યો ન હતો.
🚨 INJURY UPDATE 🚨
Washington Sundar has been ruled out of the IPL 2023 due to a hamstring injury.
Speedy recovery, Washi 🧡 pic.twitter.com/P82b0d2uY3
— SunRisers Hyderabad (@SunRisers) April 27, 2023
સનરાઈઝર્સ હૈદરાબાદને સુંદરના ટીમમાં ન હોવાને કારણે મિડલ ઓર્ડરમાં તેની ખોટ પડશે. જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ પિચો સ્પિનરો માટે વધુ મદદરૂપ થશે. આ સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરની ગેરહાજરી હૈદરાબાદ માટે મોટો ઝટકો સમાન છે. આ સિઝનમાં મોટા ખેલાડીઓ પર સટ્ટો લગાવવા છતાં સનરાઈઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદે અત્યાર સુધી રમાયેલી 7 મેચમાંથી માત્ર બે જ જીત મેળવી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં 4 પોઈન્ટ સાથે ટેબલમાં 9મા સ્થાને છે અને તેની પ્લેઓફમાં પ