ઉદ્ધવ ઠાકરે સમૂહને ઘણા દિવસો પછી સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહતના સમાચાર મળ્યા છે. સુપ્રીમ કોર્ટે શિવસેના પાર્ટીની જંગમ કે સ્થાવર મિલકતોને અલગ પાડવાના નિર્દેશોની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. પિટિશનમાં એવી માગણી પણ કરવામાં આવી હતી કે આ સંપતિને પાર્ટીના નવા પ્રમુખને ટ્રાન્સફર કરવામાં આવે. મુંબઈના વકીલ આશિષ ગિરીએ તેમની અરજીમાં ઠાકરે સમૂહને પાર્ટી ફંડ ટ્રાન્સફર કરવાથી રોકવા માટે સુપ્રીમ કોર્ટને નિર્દેશ આપવાની પણ માંગ કરી હતી.
ઉદ્ધવ ઠાકરે સમૂહ દ્વારા એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને હસ્તાંતરિત તમામ શિવસેનાની સંપત્તિને ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજીને આજે સર્વોચ્ચ ન્યાયાલયે ફગાવી દીધી હતી. કોર્ટે વકીલને પૂછ્યું કે આ કેવી પિટિશન છે અને આ અરજી કરનાર તમે કોણ છો? કોર્ટે કહ્યું કે આ અરજી વિચાર કરવા યોગ્ય નથી.