વોટ્સએપે તેના વપરાશકર્તાઓ માટે એક નવી સુવિધા રજૂ કરી છે. કંપનીનું આ નવું ફીચર પ્રાઈવસીને વધુ સુરક્ષા આપશે. વોટ્સએપ છેલ્લા કેટલાક દિવસોથી તેના પ્લેટફોર્મમાં સિક્યોરિટી અને પ્રાઇવસી પર વધુ ધ્યાન આપી રહ્યું છે અને તેને લગતા અપડેટ્સ સતત લાવી રહ્યું છે. હવે પ્રાઇવસીને વધુ સિક્યોર બનાવવા માટે WhatsApp દ્વારા ચેટ લોક ફીચર બહાર પાડવામાં આવ્યું છે.
થોડા દિવસો પહેલા જ વોટ્સએપે યુઝર્સને એક નંબરથી 4 ડિવાઈસ પર લોગઈન કરવાનો ઑપશન આપ્યો હતો અને હવે યુઝર્સને ચેટ લોક ફીચર પણ મળી ગયું છે. જો કે, તે હજી સુધી બધા વપરાશકર્તાઓ માટે આ ઉપલબ્ધ નથી. કંપની હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે અને તેને કેટલાક પસંદગીના બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી છે.
વોટ્સએપના અપડેટ્સ અને આવનારા ફિચર્સ પર નજર કરીએ તો કેટલાક બીટા યુઝર્સને WhatsAppનું ચેટ લૉક ફીચર આપવામાં આવ્યું છે. યુઝર્સને આ ફીચરનો સૌથી વધુ ફાયદો એ મળશે કે હવે સમગ્ર વોટ્સએપને લોક કરવાની જરૂર નહીં પડે, પરંતુ હવે કેટલીક વ્યક્તિગત ચેટ્સ લોક કરી શકશે.
આટલું જ નહીં, જો તમે કોઈની ચેટ લોક કરો છો, તો તે ચેટમાં આવતા ફોટા અને વીડિયો ડાઉનલોડ થયા પછી પણ ગેલેરીમાં દેખાશે નહીં. યુઝર્સને ચેટ ઇન્ફો સેક્શનમાં નવું ચેટ લોક ફીચર મળશે.