સુપ્રીમ કોર્ટે આજે કોવિડ મહામારી પહેલા રેલ્વે દ્વારા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતા ટ્રેન ભાડામાં રાહત ફરીથી શરુ કરવાના માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટનું કહેવું છે કે આ સરકારી નીતિનો મામલો હોવાથી કોર્ટ સરકારને નિર્દેશ જાહેર કરે તે યોગ્ય રહેશ નહીં.
જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ એમકે બાલાકૃષ્ણનની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીમાં કોરોનાના મહામારીને કારણે રોકવા માટે બંધ કરાયેલી રાહતને ફરીથી શરુ કરવાની માંગ કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે આ કોર્ટ માટે બંધારણની કલમ 32 હેઠળની અરજીમાં આદેશની રિટ જારી કરવી યોગ્ય રહેશે નહીં. સરકારે વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતો અને નાણાકીય પરિણામોને ધ્યાનમાં રાખીને આ મુદ્દા પર નિર્ણય લેવાનો છે. આથી આ અરજી ફગાવી દેવામાં આવે છે. અરજદારની દલીલને ફગાવી દેતાં બેન્ચે કહ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોને રાહત આપવી એ સરકારની ફરજ છે.
કેન્દ્રએ 2020માં કોરોના મહામારીના ફેલાવાને રોકવા માટે લોકોની અવરજવર ઘટાડવા માટે વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી રાહત બંધ કરી દીધી હતી. સંસદીય સ્થાયી સમિતિએ તાજેતરમાં મહામારીની શરૂઆત પહેલા વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી રાહતોને ફરીથી દાખલ કરવાની ભલામણ કરી હતી. ભારતીય રેલ્વે કોરોના મહામારી પહેલા 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષોને ભાડામાં 40 ટકા અને 58 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને 50 ટકાની છૂટ આપતી હતી.