IPL 2023ની 40મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરુ થશે. IPLની આ સિઝનમાં બંને ટીમો બીજી વખત સામસામે થશે. અગાઉ રમયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે હૈદરબાદને 7 રનથી હરાવી હતી. હૈદરાબાદ તે હારનો બદલો લેવા આજે મેદાનમાં ઉતરશે. જયારે દિલ્હીની ટીમ IPLમાં હૈદરબાદ વિરુદ્ધ સતત છઠ્ઠી જીત નોંધાવવાનો પ્રયત્ન કરશે.
હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં દિલ્હીનો બેટિંગ પક્ષ ખુબ કમજોર જોવા મળ્યો હતો. દિલ્હી માટે ડેવિડ વોર્નર અને અક્ષર પટેલ જ રન બનાવી રહ્યા છે. IPLની આ સિઝનમાં પૃથ્વી શોનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેણે આ સિઝનની 6 મેચોમાં માત્ર 47 રન બનાવ્યા છે. હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો ન હતો. હૈદરાબાદ સામેની અગાઉ મેચમાં પૃથ્વીના સ્થાને ફિલિપ સોલ્ટને તક આપવામાં આવી હતી.
આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની સ્થિતિ સામાન છે. IPL 2023માં પોઈન્ટ્સ ટેબલમાં દિલ્હી 10માં અને હૈદરાબાદ 9માં સ્થાને છે. દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી 7 મેચો રમી છે, જેમાંથી તેને 2 મેચમાં જીત મળી છે, આ જ સ્થિતિ હૈદરાબાદની પણ છે. બંને ટીમો પાસે 4-4 પોઈન્ટ્સ છે.
ડેવિડ વોર્નર (c), ફિલિપ સોલ્ટ (wkt), મિશેલ માર્શ, મનીષ પાંડે, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, રિપલ પટેલ, એનરિચ નોર્ટજે, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, લુંગી એનગીડી, મુસ્તફિઝુર રહેમાન, પ્રવીણ દુબે, ખલીલ અહેમદ, રોવમેન પોવેલ, પ્રિયમ ગર્ગ, પૃથ્વી શો, લલિત યાદવ, ચેતન સાકરિયા, યશ ધુલ, વિકી ઓસ્તવાલ, અભિષેક પોરેલ, રિલી રોસોઉ
એડન માર્કરમ (c), હેનરિક ક્લાસેન (wkt), અભિષેક શર્મા, હેરી બ્રુક, મયંક અગ્રવાલ, માર્કો જેન્સેન, મયંક માર્કન્ડે, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક, રાહુલ ત્રિપાઠી, આદિલ રશીદ, અકેલ હોસેન, ગ્લેન ફિલિપ્સ, સમર્થ વ્યાસ, અનમોલપ્રીત સિંહ, મયંક ડાગર, ઉપેન્દ્ર યાદવ, કાર્તિક ત્યાગી, સનવીર સિંહ, ફઝલહક ફારૂકી, અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, વિવ્રંત શર્મા