ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેંકીરેડ્ડીની જોડીએ શુક્રવારે રાત્રે એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં 52 વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે. આ જોડીએ 1971 બાદ ભારત માટે આ ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સ કેટેગરીમાં મેડલ પાકો કર્યો છે. આ પહેલા 1971માં દીપૂ ઘોષ અને રમન ઘોષની જોડીએ જકાર્તામાં ટુર્નામેન્ટની મેન્સ ડબલ્સનો બ્રોન્ઝ જીત્યો હતો. ભારતીય જોડી તેની સેમિફાઇનલ મેચ શનિવારે સાંજે લી-વાંગની જોડી સામે રમશે.
દુબઇમાં ચાલી રહેલી પ્રતિયોગિતામાં ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના મોહમ્મદ અહસાન અને હેંડ્રા સેતિયાવાનની જોડીને સીધી ગેમમાં 21-11, 21-12 થી માત આપી હતી. બંને ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓએ સેમિફાઇનલમાં પ્રવેશ સાથે મેડલ પાકો કરી લીધો છે. બેડમિન્ટનની આ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલમાં હાર મેળવનાર ખેલાડીને બ્રોન્ઝ મેડલ મળતો હોય છે. એટલે જો ભારતીય જોડી સેમિફાઇનલમાં હારી જાઇ છે તો પણ બ્રોન્ઝ મેડલ સાથે ભારતીય જોડી પરત ફરશે. આજે શનિવારે સેમિફાઇનલમાં ભારતીય જોડી લી-વેંગની જોડી સામે રમશે.
SEMIFINAL SATURDAYYYYYY 🤩🤩
All the best boys 💪@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #BAC2023#IndiaontheRise#Badminton pic.twitter.com/UnxGqVSp7V
— BAI Media (@BAI_Media) April 29, 2023
સિંધુએ પ્રથમ ગેમમાં 21-18 થી બાજી મારી હતી પણ આગામી બે સેટમાં તે સંપૂર્ણ રીતે આઉટ ઓફ ફોર્મ હતી. તે 5-21 9-21 સતત બે સેટમાં હારી ગઇ હતી અને યંગને સેમિફાઇનલમાં જગ્યા મળી હતી.
વિશ્વ રેંકિંગમાં 8માં સ્થાન પર એચએસ પ્રણોય મેન્સ સિંગલ્સ કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના કાંતા સુનેયામા સામે પોતાની મેચને વચ્ચેથી છોડીને ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો. પ્રણોય 11-21 9-13 થી મેચમાં પાછળ ચાલી રહ્યો હતો, જ્યારે તે ઇજાના કારણે રિટાયર થઇ ગયો હતો.