સિંધુએ પ્રથમ ગેમમાં સારો દેખાવ કર્યો હતો. પરંતુ તે પછીની બે ગેમમાં તેને જાળવી શક્યા ન હતા. આઠમા ક્રમાંક્ર પર રહેલ પ્રણય મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના કાંતા સુનેયામા સામે હારી ગયા હતા.
પીવી સિંધુ અને એચએસ પ્રણય શુક્રવારે અહીં પોતપોતાની ક્વાર્ટર ફાઈનલ મેચ હાર્યા બાદ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગયા હતા. આઠમા ક્રમાંક પર રહેલ સિંધુએ મેચમાં એક ગેમમાં સારો દેખાવ કર્યો હતો. પરંતુ તે કોરિયાની એનસી યંગ સામે 21-18, 5-21, 9-21થી હારી ગયા હતા. બે વખત ઓલિમ્પિક મેડલ જીતનાર પીવી સિંધુએ પ્રથમ ગેમમાં સારું પ્રદર્શન કર્યું હતું અને એક તબક્કે 13-16થી પાછળ હોવા છતાં મેચ જીત્યા હતા. જો કે પીવી સિંધુએ તેમના છેલ્લા પાંચ મુકાબલામાં ક્યારેય એન સી યંગને એક પણ ગેમમાં હરાવી નથી.
સિંધુએ પ્રથમ ગેમમાં સારો દેખાવ કર્યો હતો પરંતુ તે પછીની બે ગેમમાં તે તેના આ પ્રદર્શનને જાળવી શક્યા ન હતા. આઠમા ક્રમાંક પર રહેલ પ્રણયે મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના કાંતા સુનેયામા સામે હારી ગયા હતા. પ્રણય મેચમાં 11-21, 9-13થી પાછળ હતા. પરંતુ તેમણે ઈજાને કારણે મેચ અધવચ્ચે જ છોડી દીધી હતી. બીજી ગેમમાં એન સી યંગનું વર્ચસ્વ હતું. ત્રીજી ગેમમાં, સિંધુએ સારુ પ્રદર્શન કર્યુ. પરંતુ એનસી યંગને હરાવા મુશ્કેલ સાબિત થયા અને તે ગેમ જીતી ગયા. પીવી સિંધુને ગયા વર્ષે મનાલીમાં યોજાયેલી સૌથી તાજેતરની એશિયન ચેમ્પિયનશિપ સેમિફાઇનલમાં અકાને યામાગુચી સામે હાર્યા બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 2014માં પણ પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
અગાઉ, ક્વોલિફાયર રોહન કપૂર અને એન સિક્કી રેડ્ડીની જોડી મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના દેજાન અને ગ્લોરિયા ઇમેન્યુઅલ વિજા સામે 18-21, 21-19, 15-21થી હાર્યા બાદ બહાર થઇ ગયા હતા. મેચ એક કલાક અને પાંચ મિનિટ ચાલી હતી.