જ્યારે ઈલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી તેઓ ટ્વિટરમાં ધરમૂળથી ફેરફાર કરીને તેને એક નફો કરતી કંપની બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. હવે ટ્વિટર યૂઝર્સે ટ્વિટર પર ન્યૂઝ વાંચવા માટે પૈસા ચૂકવવા પડશે. ઈલોન મસ્કે આ જાહેરાત કરતાં કહ્યું કે આ મીડિયા સંસ્થાનો અને યૂઝર્સની એક મોટી જીત ગણાશે.
ઈલોન મસ્ક ટ્વિટરમાં મોટું ફેરફાર કરવા જઈ રહ્યા છે. હવે ટ્વિટર યૂઝર્સ જો ન્યૂઝ આર્ટિકલ વાંચવા માગતા હોય તો તેમણે પૈસા ચૂકવવા પડશે. માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના બોસે આ જાહેરાત કરતાં કહ્યું કે મીડિયા પ્રકાશકોને એક ક્લિક સાથે પ્રતિ લેખના આધારે યૂઝર્સથી ચાર્જ વસૂલવાની મંજૂરી આપવામાં આવશે. આ નવું ફીચર એક મેથી લાગુ કરાશે.
ટ્વિટરનું મંથલી સબ્સક્રિપ્શન લેનારા લોકોને કદાચ આ જાહેરાતથી નુકસાન થશે. તેમણે કોઈપણ ન્યૂઝ આર્ટિકલ વાંચવા માટે વધારે પૈસા ચૂકવવાનો વારો આવી શકે છે. જે યૂઝર્સ ક્યારેક ક્યારેક જ લેખ વાંચવા માગે છે તેમણે પ્રતિ આર્ટિકલ વધારે પૈસા ચૂકવવા પડશે. મસ્કે કહ્યું કે આ મીડિયા સંગઠનો અને પ્રજા બંનેની એક મોટી જીત ગણાશે.
તાજેતરમાં બ્લૂ ટિક માટે ચાર્જ વસૂલવાની શરૂઆત થઈ હતી.
ઈલોન મસ્કે તાજેતરમાં બ્લૂ ટિક માટે ચાર્જ વસૂલવાની શરૂઆત કરી હતી. જો યૂઝર્સ બ્લૂ ટિક મેળવવા માગતા હોય તો તેમણે દર મહિને 900 રૂ. પ્રતિ મહિને ચૂકવવા પડશે.