શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ઋતુમાં શરદી, ઉધરસ, તાવ અને અન્ય અનેક વાયરલ રોગોનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, શિયાળામાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી જરુરી છે. ત્યારે સ્વસ્થ અને ફિટ રહેવા માટે આહાર પર ધ્યાન આપવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ ઋતુમાં રોગોથી સુરક્ષિત રહેવા માટે આયુર્વેદમાં ગોળના સેવનને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે શરદી, ઉધરસ અને તાવ સહિત અનેક બિમારીઓથી આપડા શરીરનુ રક્ષણ કરે છે અને ગોળ શરીરને ગરમ રાખે છે અને ચેપથી બચાવે છે.
શિયાળાની ઋતુમાં ગોળ સાથે કેટલીક વસ્તુઓ ભેળવીને ખાવાથી સ્વાસ્થ્યને બેવડો ફાયદો થાય છે. તેથી તમારા આહારમાં ગોળની સાથે આ વસ્તુઓનો પણ સમાવેશ કરવો જરૂરી છે. ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન ગોળ સાથે ખાવાથી રોગો દૂર રહે છે.
શિયાળામાં મધ અને ગોળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વાસ્તવમાં, તેમાં આવા ઘણા એન્ટીઑકિસડન્ટ ગુણો જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમે પણ શિયાળામાં અનેક વાયરલ રોગોથી બચવા માંગતા હોવ તો ગોળ અને મધનું સેવન અવશ્ય કરો.
આ ઋતુમાં લોકો વારંવાર આદુ ખાવાની સલાહ આપે છે અને જો તમે વારંવાર શરદી અને ઉધરસની સમસ્યાથી રહેતી હોય તો તમારે આદુ અને ગોળ ખાવો આના માટે તમે સૂઠ પાવડર અને ગોળની ગોળીઓ બનાવી શકો છો.
સામાન્ય રીતે શરીરને ગરમ રાખવા માટે હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ તમે તેની સાથે ગોળ મિક્ષ કરીને પણ લઈ શકો છો. તેનાથી ગળાની ઘણી સમસ્યામાં રાહત મળે છે તેમજ ઉધરસ અને પણ મટી જાય છે.
ઘી એક સુપરફૂડ છે અને ભોજનનો સ્વાદ વધારવાની સાથે તે તમને બીમારીઓથી બચાવે છે. જો કે, લોકો ઘીનો ઉપયોગ ઘણી રીતે ખોરાકમાં કરે છે. પરંતુ તમે જમ્યા પછી ઘી અને ગોળનું મિશ્રણ ખાઈ શકો છો, તે ચયાપચયને વેગ આપે છે અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.
તુલસીના પાનમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ઋતુમાં લોકો વારંવાર ઉધરસ અને શરદીથી પીડાય છે, આવી સ્થિતિમાં તમે તેનાથી રાહત મેળવવા માટે તુલસીની ચા બનાવી ગોળને તેમાં સામેલ કરી પી શકો છો.