યશ રાજ ફિલ્મ્સે હાલમાં જ તેની આ વર્ષની ત્રીજી ફિલ્મ ‘વિજય 69’નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું છે. ફિલ્મના પોસ્ટરમાં અનુપમ ખેર સાઈકલ ચલાવતા નજર આવી રહ્યા છે. ‘વિજય 69’ ફિલ્મ થિયેટરમાં નહીં પરંતુ OTT પર રિલીઝ થઈ રહી છે.
ફિલ્મનું પોસ્ટર શેર કરતા યશ રાજે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું- આ વિશેષ સવારી મજેદાર થશે! અમને એલાન કરતા આનંદ થઈ રહ્યો છે કે, યશ રાજ એન્ટરટેઈનમેન્ટનો ત્રીજો પ્રોજેક્ટ ‘વિજય 69’ એ OTT માટે એક ડિફરન્ટ સ્લાઈસ-ઓફ-લાઈફ ફિલ્મ છે. તે એક એવા વ્યક્તિ વિશે છે જે 69 વર્ષની ઉંમરે ટ્રાયથલોન સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કરે છે.
પોસ્ટર શેર કરતા અનુપમ ખેરે લખ્યું કે, 69 વર્ષનો યુવાન થવું સારુ છે! હું YRFEnt Vijay69 માં મુખ્ય ભૂમિકામાં અભિનય કરવા માટે અત્યંત ઉત્સાહિત છું. OTT માટે એક ડિફરન્ટ સ્લાઈસ-ઓફ-લાઈફ ફિલ્મ એક એવા વ્યક્તિ વિશે છે જે 69 વર્ષની ઉંમરમાં ટ્રાયથલોન સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કરે છે. ચાલો શો ને રસ્તા પર લઈ જઈએ.
‘વિજય 69’માં અનુપમ ખેર એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવી છે જે 69 વર્ષની ઉંમરે ટ્રાયથલોન સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કરે છે. આ ફિલ્મનું નિર્દેશન અક્ષય રોય કરશે. જેમણે અગાઉ YRF સાથે મેરી પ્યારી બિંદુનું નિર્દેશન કરી ચૂક્યા છે. તેમણે મીરા નાયરની ધ નેમસેક, આમિર ખાનના નિર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મ તારે જમીન પર અને દીપા મહેતાની વોટર જેવી વખાણાયેલી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે.