IPL 2023માં લખનઉ બેંગ્લોરની મેચ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બે ક્રિકેરોની લડાઈ બાદ દિગ્ગજ ક્રિકેટરો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતના ભૂતપુર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે આ મામલા અંગે એક ટ્વિટ કરી છે જે ખુબ જ વાયરલ થઈ છે. બંને ખેલાડીને આ ટ્વિટ દ્વારા સલાહ આપી છે. આ અગાઉ ગાવસ્કર અને સેહવાગે બંને ખેલાડીને ઠપકો આપ્યો હતો. યુવીની ટ્વિટથી ફેન્સ ખુશ થઈ ગયા હતા.
યુવીએ બંનેની લડાઈને મજાકની અંદાજમાં લીધી
વિરટા કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેની લડાઈમાં ગાવસ્કર અને સેહવાગ બાદ યુવરાજ સિંહે ટ્વિટ કરી હતી. યુવીએ બંનેની લડાઈને મજાકની અંદાજમાં લીધી છે અને બંનેને પોતાનો ગુસ્સો શાંત કરવાની સલાહ આપી છે. યુવીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે મને લાગે છે કે સ્પ્રાઈટને તેના કેમ્પેઈન ‘થંડ રખ’ માટે ગૌતિ અને ચીકુને સાઈન કરવા જોઈએ. શું કહેશો મિત્રો ? યુવીએ આ ટ્વિટમાં કોહલી અને ગંભીર બંનેને ટેગ કર્યા છે. યુવીનું આ ટ્વિટ ખુબ જ વાયરલ થઈ રહ્યું છે અને ફેન્સ પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ગંભીર-કોહલીના ઝઘડા પર સહેવાગનું મોટું નિવેદન, ફેન્સ પણ ચોંકી ગયા.
યુવીએ પોતાની ટ્વિટમાં અપીલ પણ કરી
યુવી દ્વારા કરવામાં આવેલ આ ટ્વિટ પર ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. યુવીએ પોતાના ટ્વિટ દ્વારા બંનેની લડાઈને ગંભીરતાથી ન લેવાની અપીલ પણ કરી છે. સોમવારે રમાયેલી મેચમાં RCBના બેટ્સમેન કોહલી અને લખનઉ ટીમના મેન્ટર ગંભીર વચ્ચે મેચ બાદ એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ લો સ્કોરિંગ મેચમાં RCBનો 18 રને વિજય થયો હતો. IPL આચાર સંહિતાની કલમ 2.21નું ઉલ્લંઘન કરવા બદલ બંનેને મંગળવારે તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.