શાહરુખ ખાનની ‘પઠાણ’ સફળ થયા બાદ આમિર ખાનને પણ હવે એકાદો એકશન રોલ કરવાનો ધખારો ઉપડયો છે. આ માટે તે ‘ગઝની પાર્ટ ટૂ’ શરુ થાય એ માટે દોડાદોડ કરવા લાગ્યો છે.
આમિરે ‘ધૂમ ફોર’ માટે યશરાજ ફિલ્મ્સનો સંપર્ક કર્યો હતો પરંતુ યશરાજની ટીમે તેને એમ કહીને રિજેક્ટ કર્યો હતો કે હવે ઉંમરને જોતાં ‘ધૂમ ‘ જેવી યંગસ્ટર્સની પ્રિય ફ્રેન્ચાઈઝીમાં તમે નહીં ચાલો.
હવે આમિર ખાને ‘ગઝની ટૂ’ શરુ થાય તેવી શક્યતા તપાસવા માટે સાઉથના નિર્માતા અલ્લુ અરવિંદને ત્યાં આંટાફેરા કરવા માંડયા છે. તેણે અલ્લુ અરવિંદને ‘ગઝની ટૂ’ ઉપરાંત બીજા ચાર-પાંચ પ્રોજેક્ટ માટે પણ દાણો ચાંપી જોયો છે.