ગત સમયમાં શાહરુખ-કાજોલની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, શાહિદ-કરીનાની જબ વી મેટ અને શ્રીદેવીની ઈંગ્લિશ વિંગ્લિશ જેવી ઘણી ફિલ્મો બીજી વખત મોટા પડદે રિલીઝ કરવામાં આવી ચૂકી છે. આગામી અઠવાડિયે વધુ એક આવી બોલીવુડ ફિલ્મ રિલીઝ થઈ રહી છે જે વિશે સાંભળીને લોકો ખુશ થઈ જશે. આ ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છે અને પહેલી રિલીઝના સમયે પણ તેણે તાબડતોડ કમાણી કરી હતી.
સુશાંત સિંહ રાજપૂતની સુપરહિટ ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી 12 મે 2023એ ભારતમાં થિયેટર્સમાં બીજીવાર રિલીઝ કરવામાં આવી રહી છે અને આને તમે હિન્દી, તમિલ અને તેલુગુમાં જોઈ શકશો.
સુશાંત સિંહ રાજપૂત, કિયારા અડવાણી અને દિશા પાટની સ્ટારર એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી સપ્ટેમ્બર 2016માં રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસે આ ફિલ્મે 21.30 કરોડ રૂપિયા કમાયા હતા. ભારતમાં આ ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 133.04 કરોડ રૂપિયા રહ્યુ અને વર્લ્ડવાઈડ ફિલ્મે 215.4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મને જોવા માટે ના માત્ર મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો એક્સાઈટેડ છે પરંતુ સાથે-સાથે સુશાંત સિંહ રાજપૂતના ચાહકો પણ ફિલ્મની રાજ જોઈ રહ્યા છે.