‘ટાઈગર થ્રી’ ફિલ્મમાં શાહરુખ ખાન અને સલમાન ખાન બંને એક ફ્રેમમાં હોય તેવા એકશન સીનનું શૂટિંગ કરવા માટે ૩૫ કરોડ રુપિયાનો ધૂમાડો કરાશે.
સામાન્ય રીતે બોલીવૂડની એક લો બજેટ ફિલ્મ આટલા ખર્ચામાં બની જતી હોય છે.
ફિલ્મ વર્તુળોના જણાવ્યા અનુસાર ‘પઠાણ’માં શાહરુખ ખાન અને સલમાન ખાન એક સીનમાં એકઠા થાય છે તે ભાગને દર્શકોએ બહુ પસંદ કર્યો હતો. આથી, હવે ‘ટાઈગર થ્રી’માં શાહરુખ ખાનના કેમિયો સીન માટે આટલો ખર્ચો કરવામાં આવી રહ્યો છે.
‘ટાઈગર થ્રી’ને ‘પઠાણ’ જેટલી જ સફળતા મળે તે યશરાજ ફિલ્મસ માટે અને તેમના કરતાં પણ સલમાન ખા નમાટે બહુ જરુરી છે. સલમાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફલોપ થઈ ગઈ છે. હવે સલમાનને એક બહુ જ મેગા સુપરહિટ ફિલ્મની તાતી જરુર છે. તેને આશા છે કે ‘ટાઈગર થ્રી’ તેની તાજેતરની તમામ નિષ્ફળતાઓનું સાટુ વાળી આપશે.