અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘ બડે મિયાં છોટે મિયાં’ આવતાં વર્ષે ઈદ વખતે રીલીઝ થશે. મોટો તહેવાર હોવાથી ફિલ્મને દર્શકો મળવાની આશાએ આ રીલીઝ ડેટ નક્કી કરવામાં આવી છે.
‘બડે મિયાં અને છોટે મિયા’નું દિગ્દર્શન અલી અબ્બાસ ઝફરનું છે. જમેણે ‘સુલતાન’ અને ‘ભારત’નું દિગ્દર્શન કર્યું હતું અને આ બન્ને ફિલ્મો ઇદના દિવસે રિલીઝ થઇ હતી. હવે ‘બડે મિયાં છોટે મિયાં ‘ સ અલી અબ્બાસ ઝફરની ત્રીજી ફિલ્મ હશે જે ઇદના દિવસે રિલીઝ થશે.
સલમાન તેની ફિલ્મો ઈદ આસપાસ રીલીઝ કરે છે. હવે અક્ષય કુમારે પણ તહેવારોની રજાઓ વખતે ફિલ્મ રીલીઝ કરવાનું શરુ કર્યું છે. જોકે, અક્ષયની પાછલી મોટાભાગની ફિલ્મો સદંતર ફલોપ ગઈ છે.
ફિલ્મનું શૂટિંગ આ મહિને પૂર્ણ થવાનું છે. તે પછી પોસ્ટ પ્રોડક્શન હાથ ધરાશે.