ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાને માત્ર 55 રનમાં આઉટ કરી દીધું છે. આ ઇનિંગમાં ભારતીય ટીમનો સ્ટાર મોહમ્મદ સિરાજ હતો જેણે માત્ર 15 રન આપીને 6 વિકેટ લીધી હતી.ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.
સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 55 રન પર જ સમેટાઈ ગયો હતો. આફ્રિકાના બેટ્સમેનો એક પણ સેશન ટકી શક્યા ન હતા. ભારત તરફથી સિરાજે 6 વિકેટ ઝડપી હતી. બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી. લંચ સેશન બાદ ભારતીય ઓપનર ઇનિંગ્સની શરૂઆત કરશે.મોહમ્મદ સિરાજે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને માત્ર 9 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
That's a 5-FER for @mdsirajofficial 🔥🔥
His first five-wicket haul in South Africa and third overall.#SAvIND pic.twitter.com/lQQxkTNevJ
— BCCI (@BCCI) January 3, 2024
સાઉથ આફ્રિકાનો આ સૌથી નાનો સ્કોર
કેપટાઉનની પીચ પર સાઉથ આફ્રિકાએ માત્ર 34 રનમાં તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી.જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારને 2-2 વિકેટ મળી હતી. ભારત સામે સાઉથ આફ્રિકાનો આ સૌથી નાનો સ્કોર છે. આ ટેસ્ટમાં ભારત સામે ટીમનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર પણ છે.