કર્ણાટકના આગામી સીએમને લઇ કોંગ્રેસમાં ઘણી મથામણ દિલ્હીમાં ચાલી રહી છે. આ માટે સોનિયા અને રાહુલ ગાંધી પાસેથી સલાહ લેવામાં આવશે. સીએમ પદના ઉમેદવાર સિદ્ધારમૈયા ગઈકાલે મોડી સાંજે દિલ્હી પહોંચ્યા હતા. ડીકે શિવકુમાર આજે સવારે બેંગલુરુથી દિલ્હી જવા રવાના થયા હતા.
દિલ્હી પહોંચેલા ત્રણ નિરીક્ષકોએ ખડગેને રીપોર્ટ સોપ્યો
અગાઉ સોમવારે દિવસભર બેંગલુરુથી દિલ્હી સુધી બેઠકો યોજાઈ હતી. ધારાસભ્યો સાથે ચર્ચા કરીને દિલ્હી પહોંચેલા ત્રણ નિરીક્ષકો સુશીલ કુમાર શિંદે, ભંવર જિતેન્દ્ર સિંહ અને દીપક બાવરિયાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.
હું ‘છેતરીસ નહીં’ કે ‘બ્લેકમેલ નહીં કરું: ડીકે શિવકુમાર
ડીકે શિવકુમારે કહ્યું, ‘આપણે બધા એક છીએ. તેમણે કહ્યું મારી તાકાત 135 વિધાયક છે. હું કોઈને વિભાજિત કરવા માંગતો નથી પછી ભલે તેઓ મને પસંદ કરે છે કે ન કરે. હું એક જવાબદાર વ્યક્તિ છું. હું ‘છેતરીસ નહીં’ કે ‘બ્લેકમેલ નહીં કરું’. 13 મેના રોજ ચૂંટણી પરિણામ આવ્યા બાદ અત્યાર સુધી કોંગ્રેસ મુખ્યમંત્રી માટે કોઈની જાહેરાત કરી શકી નથી.