ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખૂબ જ સારા સમાચાર છે. ડિઝની પ્લસ હોટસ્ટારે જાહેરાત કરી છે કે તે આગામી એશિયા કપ 2023 અને ICC ODI વર્લ્ડ કપની મેચો મફતમાં સ્ટ્રીમ થશે. હોટસ્ટાર મોબાઈલ યુઝર્સ માટે આ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ કરશે. જ્યારે આ પહેલા હોટસ્ટાર પર લાઈવ ક્રિકેટ મેચ જોવા માટે એક વર્ષનું સબસ્ક્રિપ્શન લેવું પડતું હતું. તમને જણાવી દઈએ કે એશિયા કપનું લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર કરવામાં આવશે. આ પછી, હોટસ્ટાર પાસે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપના લાઇવ સ્ટ્રીમિંગના રાઇટ્સ પણ છે.
ડિઝની પ્લસ હોટસ્ટારે IPL 2023માં રેકોર્ડ બ્રેકિંગ વ્યુઅરશિપ હાંસલ કરી હતી, ત્યારબાદ કંપનીએ હવે નિર્ણય લીધો છે કે મોબાઇલ યુઝર્સને વર્લ્ડ કપ અને એશિયા કપ મેચ માટે સબસ્ક્રાઇબ કરવાની જરૂર રહેશે નહીં. કંપનીએ દાવો કર્યો છે કે તેનાથી 540 મિલિયનથી વધુ મોબાઈલ યુઝર્સને ફાયદો થશે, તેઓ કોઈપણ પૈસા ખર્ચ્યા વગર મોબાઈલ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
ડિઝની + હોટસ્ટાર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ડિઝની પ્લસ હોટસ્ટારે શક્ય તેટલા વધુ લોકો આસાનીથી ક્રિકેટ જોઈ શકે તે માટે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022 સુધી વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLનું લાઈવ સ્ટ્રીમિંગ પણ Disney Plus Hotstar પર કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે જિયોએ IPLના લાઇવ સ્ટ્રીમિંગના રાઇટ્સ ખરીદ્યા હતા. જ્યારે ડિઝની પ્લેસ સ્ટારને માત્ર ટેલિકાસ્ટ રાઇટ્સ મળ્યા હતા. આ વખતે IPL મેચો Jio સિનેમા પર ફ્રીમાં સ્ટ્રીમ કરવામાં આવી હતી.