iPhone બનાવતી એપલ કંપની તેની સુરક્ષા અને તેને સર્વિસ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. લગભગ આજ કારણના લીધે એપલ કંપની તેના ફોનના ભાવ ઊંચા રાખે છે. પરંતુ હાલમાં આ કંપની એક નવા વિવાદમાં ફસાયેલી જોવા મળે છે. એક વ્યક્તિએ એપલની સર્વિસ પર પ્રશ્નો ઉભા કર્યા છે અને આ કંપની પર દાવો પણ કર્યો છે.
એપલ પર 163 અબજ રૂપિયાનો કર્યો કેસ
આ આરોપના કારણે એક વ્યક્તિએ એપલ કંપની સામે યૂકેમાં લગભગ 163 અબજ રૂપિયાનો કેસ કર્યો છે. આ કંપની પર આરોપ છે કે તેને એક સૉફ્ટવેર અપડેટ કરીને લાખો iPhonesમાં ખરાબ બેટરી હાઇડ કરી હતી. વળી, ગ્રાહકોને ખબર ન હતી કે કંપની તેની પ્રૉડક્ટ્સમાં ઉપયોગમાં લેવાતી ખરાબ બેટરીને ગ્રાહકોથી છુપાવી રહી છે.
એપલને બેટરીનો મુદ્દો છુપાવો પડ્યો ભારે
યુકેમાં આઇફોન યૂઝર્સ તરફથી કન્ઝ્યૂમર ચેમ્પિયન જસ્ટિન ગુટમેને કેસ દાખલ કર્યો છે, એક રિપોર્ટ પ્રમાણે, ટેક જાયન્ટ હવે યૂકેમાં 1.6 બિલિયન પાઉન્ડથી વધુની રકમ અને વ્યાજના કેસનો સામનો કરી રહી છે. કેસની કોર્ટ ફાઇલિંગ અનુસાર, ગુટમેનના વકીલો દલીલ કરે છે કે એપલે કેટલાક ફોન મૉડલ્સમાં બેટરી વાળા મુદ્દાને છુપાવ્યો હતો અને સાયલન્ટલી પાવર મેનેજમેન્ટ ટૂલ ઇન્સ્ટૉલ કરી દીધુ હતુ.
આ આરોપો પર એપલે આપી પ્રતિક્રિયા
જોકે, એપલ કંપની પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી દીધા છે. કંપનીએ કહ્યું કે, મોટાભાગના ફોનની બેટરી ખરાબ નથી, iPhone 6s મૉડલના અમૂક યૂનિટને જ આ પ્રૉબ્લમનો સામનો કરવો પડી રહ્યો હતો. કંપનીએ આ માટે કાર્યવાહી પણ કરી હતી. કંપનીએ iPhone 6sની ખરાબ બેટરીવાળા કસ્ટમર્સને ફ્રીમાં બેટરી એક્સચેન્જ કરવાની ઓફર કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે iPhone 6sના પરફોર્મન્સમાં 10 ટકા જેવો થોડો ઘટાડો થયો છે.