અદ્યતન ટેક્નોલોજી, ઇન્ટરનેટનો વધતો વ્યાપ, સ્માર્ટ ફોનના વધતા વપરાશ સહિતની અન્ય સાનુકૂળ પરિબળોના પગલે ભારતમાં ડિજીટાઇઝેશન પ્રક્રિયા ઝડપથી આગળ વધી છે. ડિજીટલ એડ (જાહેરાત) પાછળ સૌથી વધુ ખર્ચ કરનાર દેશોમાં ભારત નંબર વન તરીકે ઉભરી આવ્યું છે.
ડિજીટલ ઇન્ડિયા પર હાથ ધરાયેલ એક સર્વેના તારણ મુજબ દેશમાં છેલ્લા ૩ વર્ષમાં ૧૨.૫ ડોલર ઓનલાઇન શોપર્સનો ઉમેરો થયો છે. આ ક્ષેત્રમાં જોવા મળેલ વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ વર્ષમાં ઓનલાઇન શોપર્સમાં વધુ ૮૦ મીલીયન લોકોનો ઉમેરો થવાની સંભાવના છે.
દેશમાં હાલ ૫૩.૧ કરોડ એક્ટિવ સોશિયલ મીડિયા યુઝર્સ છે જે પૈકી બાવન ટકા મીલેનીયલ્સ છે દેશમાં ડીટુસી (ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર ઇ-કોમર્સ) બ્રાન્ડની માર્કેટ સાઇઝ ૧૦૦ અબજ ડોલરથી વધુની છે. ૨૦૨૨ના નાણાં વર્ષમાં ડીટુસી બ્રાન્ડની આવક ચાર અબજ ડોલર હતી.
વિશ્વમાં ટોચના પાંચ દેશોમાં ડિજિટલ એડ પાછળ સૌથી વધુ ખર્ચ થાય છે. તેમાં ભારત ૨૨ ટકા સાથે નંબર વન છે. ત્યારબાદ ૧૩ ટકા સાથે બ્રાઝીલ બીજા, ૧૧ ટકા સાથે ફ્રન્સ ત્રીજા, ૧૦ ટકા સાથે અમેરિકા ચોથા અને ૯.૫ ટકા સાથે કેેેનેડા પાંચમા ક્રમે છે.