iPhone નિર્માતા કંપની એપલ હવે તેના જ ભૂતપૂર્વ કર્મચારી પાસેથી 155 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરશે. કંપની સાથે છેતરપિંડી કરનાર એપલના ભૂતપૂર્વ કર્મચારીને હવે 3 વર્ષની જેલ અને કંપનીને 155 કરોડ રૂપિયા પરત કરવાની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં ભારતીય મૂળના કર્મચારી ધીરેન્દ્ર પ્રસાદને ત્રણ વર્ષની જેલની સજા કરવામાં આવી છે અને $19 મિલિયન વ્યાજ સહિત કંપનીને ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધીરેન્દ્ર પ્રસાદ કંપની સાથે છેતરપિંડી અને આઇફોન કંપની સાથે 17 મિલિયનની છેતરપિંડી કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. હવે આ કેસમાં સજાની જાહેરાત કરવામાં આવી છે.
ભારતીય મૂળનો આ કર્મચારી એપલ કંપનીમાં 2008 થી 2018 સુધી કામ કરતો હતો. ધીરેન્દ્રએ ચાલાકીપૂર્વક કંપની સાથે રૂ. 139 કરોડની છેતરપિંડી કરી હતી. તેણે પાર્ટ્સ ખરીદવાથી લઈને જૂના એપલ ડિવાઈસ રિપેર કરવા સુધીનું ઘણા કામ કર્યા. તે આઇફોન અને અન્ય એપલ ઉત્પાદનોના આવા જૂના ઉપકરણો પણ ખરીદતો હતો જે વોરંટી હેઠળ હતા. તેણે બે કંપનીઓ સાથે ડીલ કરી હતી. આ કંપનીઓ એપલને પાર્ટસ વેચે છે. તે તેમના પાર્ટસ ખરીદીને પોતાનું ખીસ્સું ભરતો હતો. ધીરેન્દ્ર પોતાની કંપનીને અલગ અલગ યુક્તિઓ દ્વારા છેતરતો હતો. લાંચ લેવી, ખોટા ઈનવોઈસ બનાવવી, આઈફોનના પાર્ટસની ચોરી કરવી અને આ બધાની કિંમત તે એપલ પાસેથી વસૂલતો હતો. પરંતુ તે જ્યારે પકડાયો ત્યારે 55 વર્ષીય ધીરેન્દ્રએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.
ધીરેન્દ્ર એપલની ગ્લોબલ સર્વિસ સપ્લાય ચેઇનમાં લાંબા સમય સુધી બાયર તરીકે કામ કર્યું હતું. તેમના કામમાં એપલના ભાગો ખરીદવા અને સર્વિસેઝ ખરીદવાનો સમાવેશ થતો હતો. વર્ષ 2018 સુધી તે આ જ રીતે કંપનીને નુકસાન પહોંચાડતો રહ્યો. તેણે એપલને લગભગ 140 કરોડનું નુકસાન કર્યું. કેટલાક લોકોએ ધીરેન્દ્રને $17 મિલિયનની કંપનીની છેતરપિંડી કરવામાં મદદ કરી, જેમાં રોબર્ટ ગેરી હેન્સન અને ડોન એમ. બેકરે હતા. આ વ્યક્તિ પર માર્ચ 2022માં આરોપ મૂકવામાં આવ્યો હતો. એપલ 2022 માં અને ટેક્સની છેતરપિંડી કરવાના ષડયંત્ર માટે દોષી ઠેરવવામાં આવી હતી. હવે આ કેસમાં સજાની જાહેરાત કરવામાં આવી છે અને તેને 155 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.