અનિલ અંબાણીની દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલની બીજા રાઉન્ડની હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ બીડમાં, હિન્દુજા જૂથે નાદાર પેઢીના ધિરાણકર્તાઓને રૂ. 9,650 કરોડની ઓફર કરી હતી, પહેલા રાઉન્ડમાં ટોરેન્ટ, જે પ્રથમ રાઉન્ડમાં રૂ. 8640 કરોડની ઓફર સાથે સૌથી વધુ બોલી લગાવનાર હતી, તેણે હરાજીમાં ભાગ લીધો ન હતો. આ સિવાય યુએસએની ઓકટ્રી કેપિટલે પણ બીડમાં ભાગ લીધો ન હતો.

ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી પ્રથમ હરાજીમાં, હિન્દુજા જૂથ રૂ. 8,110 કરોડની બીડ સાથે બીજા ક્રમે આવ્યું હતું. આ પછી, તેણે હરાજી પ્રક્રિયા સિવાય રૂ. 9,000 કરોડની સુધારેલી બિડ રજૂ કરી હતી. આ જોતાં લેણદારોએ બીજી હરાજી યોજવાનું નક્કી કર્યું હતું. જો કે, ટોરેન્ટે હિન્દુજાની સુધારેલી બિડ અને બીજી હરાજીની માન્યતાને પડકારતી કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ, સુપ્રીમ કોર્ટે આ મામલે તેના અંતિમ ચુકાદામાં ધિરાણકર્તાઓને બીજી હરાજી કરવાની મંજૂરી આપી છે. હવે આ મામલે આગામી સુનાવણી ઓગસ્ટ 2023માં થવાની છે.
રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (RADG)ના વડા અનિલ ધીરુભાઈ અંબાણી 63 વર્ષના છે. એક સમય એવો હતો જ્યારે તેમનું નામ ટોચના કારોબારીઓમાં બોલાતું હતું. વર્ષ 2010 પહેલા તેઓ વિશ્વના Top-10 સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ હતા અને એક સમય એવો હતો જ્યારે તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ પણ બન્યા હતા પરંતુ સમય જતાં તેની સ્થિતિ નબળી પડવા લાગી છે.