આરબીઆઈના બેંક હોલિડે કેલેન્ડર મુજબ મે મહિનામાં બેંકો કુલ 11 દિવસ બંધ રહેશે, જેમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય રજાઓ પણ સામેલ છે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. મે મહિનાની રજાઓ 1લી મેના રોજ મે ડેથી શરૂ થશે. આસામ, બિહાર, ગોવા, કર્ણાટક, કેરળ, મણિપુર, પુડુચેરી, તેલંગાણા, તમિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં આ દિવસે સરકારી અને ખાનગી બેંકો બંધ રહેશે.આ મહિનાની છેલ્લી રજા રવિવારે હશે.
1 May- મે ડે, /મહારાષ્ટ્ર દિવસ (સોમવાર) – મહારાષ્ટ્ર ,આસામ, બિહાર, ગોવા, કર્ણાટક, કેરળ, મણિપુર, પુડુચેરી, તેલંગાણા, તમિલનાડુ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ
5 May – બુદ્ધ પૂર્ણિમા (શુક્રવાર) – દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, આસામ, બિહાર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ
7 May – રવિવાર – રાષ્ટ્રીય રજા
9 May – રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ (મંગળવાર) – પશ્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે
13 May – બીજો શનિવાર – રાષ્ટ્રીય રજા
14 May – રવિવાર – જાહેર રજા
16 May (મંગળવાર) – રાજ્યનો દિવસ – સિક્કિમ
21 May – રવિવાર – જાહેર રજા
22 May – મહારાણા પ્રતાપ જયંતિ – સોમવાર – હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે.
27 May- ચોથો શનિવાર – જાહેર રજા
28 May – રવિવાર – જાહેર રજા
ઓનલાઈન બેંકિંગ સેવાઓ ચાલુ રહેશે.
બેંકો રજાના દિવસે કામ કરશે, પરંતુ ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે. આ સાથે એટીએમમાં ઉપલબ્ધ સેવાઓ પણ સંપૂર્ણ રીતે ચાલુ રહેશે. તમે કોઈપણ એટીએમમાં જઈને સરળતાથી પૈસા ઉપાડી શકો છો.
બેંક રજાઓ રાજ્ય અનુસાર હોય છે.
તમામ રાજ્યોમાં બેંકોની રજાઓની યાદી એક સરખી નથી હોતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અનુસાર તમામ રાજ્યોની રજાઓની યાદી અલગ-અલગ છે. આ રજાઓની સંપૂર્ણ યાદી આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવી છે જેમાં રાજ્યો અનુસાર વિવિધ તહેવારો અને રજાઓની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
મોટાભાગના કામ ઓનલાઇન થાય છે.
ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બેંકોમાં રજા હોય તેવા દિવસોમાં ઓનલાઈન બેંકિંગ સુવિધા ચાલુ રહે છે. આ સાથે બેંક ગ્રાહકો માટે એટીએમની સેવા પણ પહેલાની જેમ ચાલુ રહે છે. જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે. હાલના સમયમાં મોટાભાગના કામ ઓનલાઇન થઇ શકે છે. માત્ર જૂજ કામ એવા છે જે માટે તમારે ફરજીયાત બેંકની શાખામાં જવાની ફરજ પડે છે.