આજે ભારતીય શેરબજાર(Share Market)માં પ્રારંભિક કારોબારમાં તેજી છે અને તેના બંને મુખ્ય સૂચકાંકોમાં વધારા સાથે વેપાર થઇ રહ્યો છે. સેન્સેક્સમાં 125 પોઇન્ટથી વધુની તેજી ઓપનિંગ જોવા મળી રહી છે. તે જ સમયે નિફ્ટીમાં 25 પોઇન્ટની મજબૂતી સાથે કારોબાર ખુલ્યો છે. આજે શેરબજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 129.20 પોઈન્ટ એટલે કે 0.21 ટકાના વધારા સાથે 62,157.10 પર ખુલવામાં સફળ રહ્યો છે. બીજી તરફ NSE નો નિફ્ટી 24.50 પોઈન્ટ એટલે કે 0.13 ટકાની મજબૂતાઈ સાથે 18,339.30 ના સ્તર પર ખુલ્યો હતો.આ અગાઉ ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું હતું.
શુક્રવારે બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેર્સમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. કારોબારના અંતે BSE સેન્સેક્સ 123 પોઈન્ટ વધીને 62,027 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 18 પોઈન્ટના ઉછાળા સાથે 18,314 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સ ફરી 62,000ને પાર કરવામાં સફળ રહ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીના શેરની વાત કરીએ તો સેન્સેક્સના 30માંથી 20 શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 10 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય NSE નિફ્ટીના 50માંથી 31 શેર તેજી સાથે અને 19 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
TATA MOTORS સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો
કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં મજબૂત પરિણામોની જાહેરાત કર્યા પછી ટાટા મોટર્સને ટ્રેક કરનારા વિશ્લેષકોએ સમગ્ર બોર્ડમાં શેર માટે ભાવ લક્ષ્યાંક વધાર્યા હતા. ટાટા મોટર્સ શુક્રવારે 1 લાખ કરોડ રૂપિયાના ત્રિમાસિક આવકના આંકને વટાવનાર ટાટા ગ્રૂપની પ્રથમ કંપની બની હતી.જોકે કંપનીનો ઓપરેટિંગ નફો અને માર્જિન અપેક્ષાઓથી નીચું હતું. ટાટા મોટર્સનો શેર 537.15 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ નજરે પડ્યો હતો.