ગૂગલે તેની વાર્ષિક ઇવેન્ટમાં આર્ટિફીસિયલી (AI) ચેટબોટ Google Bard ને લોન્ચ કર્યું છે. પરંતુ ગુગલે આ બાર્ડ લોન્ચ કરતાની સાથે તેના ઉપયોગને લઈને કેટલીક ચેતવણીઓ પણ આપી છે. બોર્ડની સેવાઓના નિયમો અને શરતો પ્રમાણે ગુગલે તેના વપરાશકર્તાઓને ચેતવણી આપે છે કે તેઓ બાર્ડ સાથે પોતાની વ્યક્તિગત માહિતી શેર ન કરે. આ બાબતે ગૂગલનું કહેવું છે કે બાર્ડ યુઝરનો અંગત ડેટા એકત્ર કરે છે. તેથી યુજર્સને ચેતવણી આપવામાં આવી છે તમારી કોઈપણ સંવેદનશીલ માહિતી લીક થવાની સંભાવના રહેલી છે.
બાર્ડ ગુગલના યુજર્સના એકાઉન્ટથી ડેટાને ડિફોલ્ટ કરી 18 મહિના સુધી સ્ટોર રહે છે
આ બાબતે ગુગલનું કહેવુ છે કે બાર્ડ માત્ર એક પ્રયોગ છે અને આ કેટલીક બાબતોમાં ખોટી અથવા વિપરીત પ્રતિક્રિયા આપી શકે છે. ગુગલ બાર્ડને વધુ સારુ બનાવવા માટે યુજર્સના ડેટાને રેકોર્ડ કરે છે. બાર્ડ ગુગલના યુજર્સના એકાઉન્ટથી ડેટાને ડિફોલ્ટ કરી 18 મહિના સુધી સ્ટોર રહે છે.
આ વસ્તુ માટે બાર્ડનો ભરોશો કરવો
આ મુદ્દે ગુગલે એ પણ વાત કરી છે કે કઈ કઈ વસ્તુઓ પર ભરોશો કરવો જોઈએ. આમાં કહેવામાં આવ્યુ છે કે લોકોને આરોગ્ય, કાનુન, નાણાકીય અથવા અન્ય વ્યાવસાયિક સલાહ તરીકે આધાર રાખવો જોઈએ નહીં. ગુગલે તેના વપરાશકર્તાઓને ચેતવણી આપે છે કે તેઓ બાર્ડ સાથે પોતાની વ્યક્તિગત માહિતી શેર ન કરે. તેથી યુજર્સને ચેતવણી આપવામાં આવી છે તમારી કોઈપણ સંવેદનશીલ માહિતી લીક થવાની સંભાવના રહેલી છે.
બાર્ડ તમારો ક્યા પ્રકારના ડેટા રેકોર્ડ કરવામાં આવે છે
ગુગલના જણાવ્યા પ્રમાણે બાર્ડ એક AI ચેટબાર્ડ છે. એટલા માટે યુજર્સ સાથે કરવામાં આવેલ ચેટનો ડેટા રેકોર્ડ કરવામા આવે છે. આ સિવાય તમારી ડિવાઈસ ઈન્ફોર્મેશન, લોકેશન અને ફીડબેકના ડેટાનો પણ રેકોર્ડ કરે છે.