દેશો દ્વારા રશિયા પર વિવિધ પ્રતિબંધો વચ્ચે ભારત અને રશિયા બંને દેશોમાં રૃપે અને મીર કાર્ડનો ઉપયોગ કરીને સીમલેસ પેમેન્ટની શક્યતા પર કામ કરશે.
આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે વેપાર, આર્થિક, વૈજ્ઞાાનિક, તકનીકી અને સાંસ્કૃતિક સહકાર પર તાજેતરમાં મળેલી આંતર-સરકારી આયોગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં, આ કાર્ડ્સ સ્વીકારવાની શક્યતાઓ તપાસવા પર સહમતિ બની હતી.
એકબીજાના દેશોમાં ભારતના રુપે કાર્ડ અને રશિયાના મીર કાર્ડનો ઉપયોગ કરીને, બંને દેશોના નાગરિકો એકબીજાના દેશોમાં સીમલેસ પેમેન્ટ કરી શકશે. આ બેઠકની સહ-અધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રશિયા તરફથી નાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવે કરી હતી.
મીટિંગમાં, નેશનલ પેમેન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયાના યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) અને બેન્ક ઓફ રશિયાની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમની કનેક્ટિવિટી વધારવા પર પણ સહમતિ થઈ હતી.
આ સિવાય ક્રોસ બોર્ડર પેમેન્ટ્સ માટે બેંક ઓફ રશિયાના ફાઇનાન્સિયલ મેસેજિંગ સિસ્ટમ સવસ બ્યુરો ઓફ રશિયાને સ્વીકારવા માટે પણ સહમતિ સધાઈ હતી. હાલમાં, ભારતથી વિદેશમાં અને વિદેશથી ભારતમાં ચૂકવણી ‘સ્વીફટ’ નેટવર્ક દ્વારા થાય છે.