ભારતની બેન્કો સાથે વેપાર પુરાંત ધરાવતી રશિયાની બેન્કો અને કંપનીઓ આ વધારાના રૂપિયાનો ઉપયોગ ભારત સરકારના બોન્ડસમાં રોકાણ કરવા માટે કરે છે એમ ઈન્ડિયન બેન્કસ’ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
રશિયાની બેન્કો તથા કંપનીઓ દ્વારા ભારત સરકારના બોન્ડસમાં રોકાણથી રુપીનું રુબલમાં રૂપાંતર કરવામાં પડકારો ધરાવે છે અને તેને પરિણામે બન્ને દેશો વચ્ચે ડોલર સિવાય અન્ય ચલણમાં વેપાર વધારવાના પ્રયાસોમાં અવરોધ ઊભા થાય છે.
ભારતીય બેન્કોમાંના રશિયના વધારાના ફન્ડસનું દેશની સરકારી સિક્યુરિટીઝમાં ઈન્વેસ્ટ કરવામાં આવી રહ્યું છે જેને કારણે રશિયાના આ બોન્ડસધારકોને સરળ લિક્વિડિટીનો લાભ મળી રહે છે, એમ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું હતું.
વધારાની વેપાર પુરાંત સરકારી બોન્ડસમાં રોકવા માટે રિઝર્વ બેન્કે ખાસ વિન્ડો ઊભી કરી છે. ગયા વર્ષના જુલાઈમાં રિઝર્વ બેન્કે કેટલાક દેશો સાથેના વેપાર વ્યવહારની પતાવટ રુપીમાં કરવાનું ધોરણ ખુલ્લું મૂકયું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે યુક્રેન પરના આક્રમણ બાદ રશિયા ભારતને સસ્તામાં ક્રુડ તેલ પૂરું પાડી રહ્યું છે. ક્રુડ તેલ સિવાયના કેટલાક વેપારની પતાવટ બન્ને દેશો રુપીમાં કરતા હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.