કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એન્જલ ટેક્સ માટે ડ્રાફ્ટ નિયમો જારી કરશે. આ ફોર્મેટ સ્ટાર્ટ અપ્સની વેલ્યુએશનની ચિંતાઓને દૂર કરશે. આ વર્ષના કેન્દ્રીય બજેટમાં એન્જલ ટેક્સ રજૂ કરવામાં આવ્યો હતો. નાણા મંત્રાલય આગામી સાતથી ૧૦ દિવસમાં નિયમોમાં સંબંધિત ડ્રાફ્ટ જારી કરશે.
યુનિયન બજેટ ૨૦૨૩-૨૪એ ટેક્સ-બચતના પગલાંને રોકવા અને વિદેશી અને સ્થાનિક રોકાણકારો પર સમાન ટેક્સ વસૂલવા માટે એન્જલ ટેક્સની જોગવાઈઓનો વિસ્તાર કર્યો. અગાઉ આ જોગવાઈઓ માત્ર સ્થાનિક નિવાસી રોકાણકારોને જ લાગુ પડતી હતી.
નવી જોગવાઈઓ હેઠળ, મૂડી એકત્ર કરવાની પ્રક્રિયા દરમિયાન કંપનીના શેરના વાજબી બજાર મૂલ્ય (એફએમવી) ના પ્રૈીમિયમ પર એન્ગલ ટેક્સ વસૂલવામાં આવશે. આ હેઠળ, વિદેશી રોકાણકારોને શેરના વેચાણ પર વધારાનું પ્રીમિયમ મેળવનારી ભારતમાં અનલિસ્ટેડ કંપનીઓને ‘અન્ય સ્ત્રોતોમાંથી આવક’ તરીકે ગણવામાં આવશે અને તેના પર ટેક્સ લાગશે.
આ સુધારાઓ ખાનગી પેઢી માટે ચિંતાનો વિષય બન્યો છે. તેમના મતે, ફાઇનાન્સ એક્ટ, ૨૦૨૩માં સંબંધિત જોગવાઈઓ ભારતમાં વિદેશી રોકાણ પર પ્રતિકૂળ અસર કરશે.
સ્ટાર્ટઅપ્સ જેમણે તાજેતરમાં તેમનો વ્યવસાય શરૂ કર્યો છે તેમને સૌથી વધુ પ્રતિકૂળ અસર થવાની અપેક્ષા છે. આ સ્ટાર્ટઅપ્સને શેરની કિંમત અને વાજબી બજાર મૂલ્યના તુલનાત્મક રીતે ઊંચા વિચલનોનો સામનો કરવો પડશે.
સ્ટાર્ટઅપ્સની ચિંતાઓને દૂર કરવા માટે ઉદ્યોગ મંત્રાલયે નાણાં મંત્રાલયના આર્થિકબાબતો અને મહેસૂલ વિભાગ સાથે બે રાઉન્ડની બેઠકો યોજી છે. મહેસૂલ વિભાગે ઉદ્યોગ વિભાગ સાથે પણ વન ટુ વન ચર્ચા કરી છે.
આ ડ્રાફ્ટ આવકવેરા કાયદા અને ફેમા (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) હેઠળ કિંમત નિર્ધારણ તકનીકોથી ઉદ્ભવતા તફાવતની ચિંતાઓને દૂર કરશે.’ આ વિરોધાભાસી પરિસ્થિતિ દૂર થવાની અપેક્ષા છે.’ વાસ્તવમાં, ફેમા અને આવકવેરા કાયદા હેઠળના મૂલ્યાંકનના ધોરણો હાલમાં અલગ છે.