એડટેકની BYJU’S ટૂંક સમયમાં ખર્ચ ઘટાડવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કંપની ખોટ ઘટાડવા માટે 1000 કર્મચારીઓની છટણી કરશે. એક અહેવાલમાં દાવો કરાયો છે કે BYJU ની સેલ્સ અને માર્કેટિંગ ટીમને કંપનીના આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન થશે. છેલ્લા ફંડિંગ રાઉન્ડમાં તેની વેલ્યૂ 22 બિલિયન ડૉલર હતી.
BYJU’S ના આ સમાચાર એવા સમયે આવી રહ્યા છે જ્યારે કંપનીએ તેની 1.2 બિલિયન ડૉલરની ટર્મ લોન B ના લોનદાતાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેણે નવેમ્બર 2021 માં અમેરિકામાં આ લોન લીધી હતી. કંપનીએ એમ પણ કહ્યું છે કે જ્યાં સુધી મામલો ઉકેલાય નહીં ત્યાં સુધી તે વધુ વ્યાજ નહીં ચૂકવે.
કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે 1.2 બિલિયન ડોલરની ટર્મ લોન B (TLB) ને પડકારવા અને રેડવુડ કેપિટલ મેનેજમેન્ટને ગેરલાયક ઠેરવવા માટે ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા માટે નિર્ણાયક પગલાં લીધાં છે. બાયજુના જણાવ્યા અનુસાર, આ હથકંડાઓમાં કંપનીની સંપત્તિ જપ્ત કરવાની ધમકી આપવી અને લોનની વહેલી ચૂકવણીની માગણીનો સમાવેશ થાય છે.
આ વર્ષની શરૂઆતમાં કંપનીએ લગભગ 1,500 કર્મચારીઓની છટણી કરી હતી. બાયજુએ ખર્ચ અને કામગીરીને ટાંકીને લગભગ 1,500 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બાયજુના આ નિર્ણયથી ઘણા વિભાગો પ્રભાવિત થયા છે.