ટાટા ગ્રૂપ ભારતની એક વિશ્વસનીય બ્રાન્ડ છે. ટાટા ગ્રૂપ પહેલાંથી જ કાર બનાવવાથી લઈને દરેક નાના-મોટા બિઝનેસમાં સામેલ રહ્યું છે પણ હવે આ ગ્રૂપ મોબાઈલની દુનિયામાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. તેની શરૂઆત iPhone 15 સાથે થશે. ખરેખર ટાટા ગ્રૂપ ભારતમાં iPhone 15 ની એસેમ્બલિંગ કરવા કરાર કરી રહ્યું છે. એનો અર્થ એ થયો કે આ વખતે એપલ કંપનીના iPhone 15 સંપૂર્ણપણે ભારતમાં બનશે. આ પીએમ મોદીના મેડ ઈન ઈન્ડિયા અભિયાનની દિશામાં એક મોટું પગલું ગણાશે.
ભારત સ્માર્ટફોનનું મોટું માર્કેટ
એપલે પહેલાં જ સ્પષ્ટતા કરી હતી કે તે ચીનથી તેની નિર્ભરતા ઘટાડવા માગે છે. ચીનની તુલનાએ એપલે ભારતની પસંદગી કરી છે. તેનું કારણ ભારતમાં સ્માર્ટફોનનું મોટું માર્કેટ હોવું છે. સાથે જ ભારત ટેક્નોલોજી હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે. આ ઉપરાંત ભારતમાં લેબર કોસ્ટ ચીનની તુલનાએ સસ્તી છે. એવામાં ભારતમાં iPhone 15 ની એસેમ્બલિંગ બેવડો લાભ કરાવશે.
iPhone બનાવનાર ટાટા ચોથી કંપની બનશે
એક અહેવાલ અનુસાર ટાટા ગ્રૂપ એપલના અપકમિંગ મોડલ iPhone 15 અને iPhone 15 Plusને ભારતમાં જ એસેમ્બલ કરશે. અગાઉ ભારતમાં ફોક્સકોન, પેગાટ્રોન અને લક્સશેયર જેવી કંપનીઓ iPhoneની એસેમ્બલિંગ કરતી રહી છે પણ હવે આ રેસમાં ટાટા ગ્રૂપ સામેલ થઈ રહ્યું છે. ટાટા ગ્રૂપ ભારતમાં iPhone બનાવનાર ચોથી કંપની બની જશે. ટાટા ગ્રૂપે વિસ્ટ્રોનની ઈન્ડિયન પ્રોડક્શન લાઈનનું અધિગ્રહણ કર્યું છે જ્યાં iPhone 15 સિરીઝને એસેમ્બર કરાશે.
iPhone 15 ક્યારે લોન્ચ થશે
એપલની જેમ આ વર્ષે iPhone 15ને સપ્ટેમ્બરમાં લોન્ચ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ iPhone સિરીઝને લોન્ચ કરાય છે.