અદાણી ગ્રૂપને હચમચાવી મૂકનારા અમેરિકી શોર્ટ સેલર હિંડેનબર્ગ રિસર્ચ ફર્મના રિપોર્ટમાં મૂકાયેલા આરોપોની તપાસ પૂરી કરવા માટે સુપ્રીમકોર્ટે SEBIને વધારાની મુદ્દત આપી દીધી છે. હવે આ મામલે 14 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે તપાસ પૂરી કરવા માટે SEBIએ સુપ્રીમકોર્ટમાં અરજી કરીને 6 મહિના જેટલો સમય માગ્યો હતો પરંતુ સુપ્રીમકોર્ટે આ મામલે SEBIને લગભગ 3 મહિનાનો સમય આપ્યો છે.
\એટલે કે SEBIએ હવે આગામી 14 ઓગસ્ટ, 2023 સુધીમાં આ મામલે તપાસ પૂર્ણ કરવી પડશે. તેની સાથે જ ટોચની કોર્ટે નિવૃત્ત જસ્ટિસ સપ્રેની પેનલ દ્વારા સબમિટ કરાયેલા રિપોર્ટની કોપીઓ તમામ પક્ષકારોને આપવા નિર્દેશ આપ્યો હતો.