ક્રિકેટની રમતમાં ખાસ કરીને ટી20 ફોર્મેટમાં સદીઓની સુનામી આવે તો પણ વાત સમજમાં આવે. પણ, આઇપીએલ 2023 માં તો 42 મેચ બાદ સદીના નામે ફક્ત 3 જ સેન્ચુરી ફટકારવામાં આવી છે. હેરી બ્રુક, વેંકટેશ ઐયર અને યશસ્વી જાયસ્વાલે આ સીઝનમાં ત્રણ સદી ફટકારી છે. તે બાદ પણ 200 રનનો ટોટલ, બે કે દસ વખત નહીં પણ 24 વખત પાર થયો છે. એટલે કે 42 મેચમાં 24 ઈનિંગ એવી રહી છે કે જેમાં ટીમે 200 પ્લસનો સ્કોરનો હાંસિલ કર્યો છે. સવાલ એ છે કે આવું કેમ? કારણ કે ગત 15 સીઝનમાં આવું થયુ ન હતું. તો પછી આ સીઝનમાં આટલો વિસ્ફોટ કેમ કે તમામ રેકોર્ડ ધવ્સ્ત થઇ ગયા.
પ્રથમ કારણ છે કે બેટ્સમેન કોઇ પણ માઇલસ્ટોન વિશે વિચાર કર્યા વગર રન બનાવી રહ્યા છે. તે સદીની નજીક પહોંચીને પણ તોફાની અંદાજમાં બેટીંગ કરી રહ્યા છે. તે ટીમ માટે નીડર થઇને રન બનાવી રહ્યા છે. આ જ કારણ છે કે અત્યાર સુધી આઇપીએલમાં ફક્ત ત્રણ સદી જ નોંધાઇ છે. કારણ કે ઘણા બેટ્સમેનને નાઇન્ટીઝમાં પોતાની વિકેટ ગુમાવવી પડી છે.
200 પ્લસ જેવો મોટો સ્કોર ઊભો કરવામાં માટે બે વસ્તુઓની અત્યંત જરૂર હોય છે. પ્રથમ બેટીંગ વખતે સારી શરૂઆત અને પછી જોરદાર અંત. અને આઇપીએલ 2023માં આ બંને વસ્તુઓ વધારે જોવા મળી છે. આ સીઝનમાં સર્વાધિક રન બનાવવાની લીસ્ટમાં ટોપ 10 રન બનાવનાર વધુ ખેલાડીઓ ઓપનર જ છે અથવા નંબર ત્રણના બેટ્સમેન છે.