IPL-2023માં આજે ગુજરાત ટાઈટન્સનો મુંબઈ ઈન્ડિયન્સ સામે 55 રનથી વિજય થયો છે. ગુજરાતે મુંબઈને જીતવા 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાતે નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 152 રન કરતા ગુજરાતનો 55 રને વિજય થયો હતો. આજની મેચમાં શુભમન ગીલ, ડેવિડ, મિલર અને અભિનવ મનોહર છવાયા હતા. આ ત્રણે ખેલાડીઓએ તોફાની બેટીંગ કરી ટીમનો મજબુત સ્કોર ઉભો કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તો ગુજરાત તરફથી નૂર અહમદ, રાશિદ ખાન, મોહિત શર્માએ પણ બોલીંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ અગાઉ ગુજરાત સામે મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આજે મુંબઈ ટીમની ઓપનિંગ જોડીનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું. ઓપનિંગમાં આવેલો કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. તો ઈશાન કિશન 13 રને આઉટ થયો હતો. જ્યારે કેમરોન ગ્રીને 33 રન, તિલક વર્માએ 2 રન, સૂર્યકુમાર યાદવે 23 રન, ટીમ ડેવિડ 0 રન, નેહલ વાઢેરાએ 40 રન, પિયુષ ચાલવાએ 18 રન, અર્જુન તેંડુલકરે 13 રન, જેસન બેહરેનડોર્ફ અણનમ 3 રન, રિલે મેરેડિથે 0 રન નોંધાવ્યા હતા.
ગુજરાત તરફથી આજે નૂર અહમદે દમદાર બોલીંગ કરી હતી. નૂર અહમદે 4 ઓવરમાં 37 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે રાશિદ ખાન અને મોહિત શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી. તો કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ એક વિકેટ ખેરવી હતી.
મુંબઈ તરફખી પિયુષ ચાલવાએ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે અર્જુન તેંડુલકર, જેસન બેહરેનડોર્ફ, રિલે મેરેડિથ, કુમાર કાર્તિકેયે 1-1 વિકેટ ઝડપી હતી.
વિકેટ પડવાનો ક્રમ
- 1-12 (રિદ્ધિમાન સાહા, 2.1 ઓવર)
- 2-50 (હાર્દિક પંડ્યા, 6.1 ઓવર)
- 3-91 (શુબમન ગિલ, 11.1 ઓવર)
- 4-101 (વિજય શંકર, 12.2 ઓવર)
- 5- 172 (અભિનવ મનોહર, 18.1 ઓવર)
- 6-205 (ડેવિડ મિલર, 19.5 ઓવર)
આ મેચમાં ગુજરાત સામે મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, રોહિત શર્માની ટીમને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગુજરાત ટાઇટન્સે તેની છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 રને રોમાંચક જીત મેળવી હતી. ગત સિઝનની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ આ સિઝનમાં પણ ચેમ્પિયનની જેમ જ રમી રહી છે. ગુજરાતે અત્યાર સુધીમાં 6માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. જયારે મુંબઈ ઈન્ડિયન્સ 3 જીત અને 3 હાર સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે વધુ અનુકુળ હોય છે. આ પીચ પર ફાસ્ટ બોલરો અને સ્પિનરોને પણ મદદ મળી શકે છે. અહીં આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં ફાસ્ટ બોલરોએ બંને ઇનિંગ્સની શરૂઆતમાં જ વિકેટ લીધી છે. સ્પિનરોને પણ ઘણી વિકેટ મળી છે.