કોલકત્તાના ઐતિહાસિક મેદાન ઈડન ગાર્ડનમાં આજે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આઈપીએલ 2023ની 39મી મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સની શરુઆત ખુબ જ ધીમી રહી હતી. 20 ઓવરના અંતે કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ 7 વિકેટના નુકશાન સાથે 180 રન બનાવી શકી હતી. રહેમાનુલ્લા ગુરબાઝ અને બર્થ ડે બોય આંદ્રે રસલની વિસ્ફોટક ઈનિંગને કારણે કોલકત્તાની ટીમ મોટો સ્કોર ઉભો કરી હતી.
પ્રથમ ઈનિંગમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી જગદીશનને 19 રન, ગુલબાઝે 81 રન, શાર્દુલ ઠાકુરે 0 રન, વેંકટેશે 11 રન, નીતીશ રાણાએ 4 રન, રિંકૂ સિંહે 19 રન, આંદ્રે રસલે 34 રન અને વાઝીએ 8 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 12 સિક્સર અને 12 ચોગ્ગા જોવા મળ્યા હતા.
પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. જ્યારે જોસુઆ લિટિલ અને નૂર અહમદે 2-2 વિકેટ લીધી હતી.
આજની મેચની મોટી વાતો:
- વરસાદને કારણે આજની મેચ બપોરે 3.30ની જગ્યાએ 4.15એ શરુ થઈ હતી.
- ગુજરાત ટાઈટન્સના રાશિદ ખાને આજે 100મી આઈપીએલ મેચ રમી.
- કોલકત્તાના કેપ્ટન નીતીશ રાણાએ પણ આજે આઈપીએલમાં 100મી મેચ રમી.
- કોલકત્તાની બોલર વરુણ ચક્રવર્તીએ આજે 50મી આઈપીએલ મેચ રમી હતી.
- રહેમાનુલ્લા ગુરબાઝે 27 બોલમાં આઈપીએલ 2023ની બીજી ફિફટી ફટકારી હતી.
Mohit Sharma you beauty 🔥🔥
A remarkable catch running backwards to dismiss Shardul Thakur 👏🏻👏🏻#TATAIPL | #KKRvGT pic.twitter.com/QOOS30qusH
— IndianPremierLeague (@IPL) April 29, 2023