IPL 2023માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જીતની હેટ્રિક માટે જ્યારે કોલકાતા સતત ચાર હાર બાદ જીત મેળવવા માટે મેદાનમાં ઉતરશે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરુ થશે. સતત બે જીત બાદ બેંગ્લોરનો ઉત્સાહ વધ્યો છે. આ સ્થિતિમાં ફાફ ડુ પ્લેસિસની ટીમ વધુ સારા નેટ રન રેટ સાથે જીત મેળવીને અંતિમ ચારમાં પ્રવેશ કરવા પ્રયાસ કરશે. આ સીઝનમાં આ બંને ટીમ બીજીવાર સામસામે રમશે.
IPLના ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચે 32 મેચો રમાઈ છે જેમાં કોલકાતાએ 18 અને બેંગ્લોરે 14 મેચમાં વિજય મેળવ્યો છે. આ ટીમોની છેલ્લી પાંચ મેચોમાં પણ કોલકાતાનો દબદબો રહ્યો છે. કોલકાતાએ આ પાંચમાંથી ત્રણ મેચ જીતી છે. IPLની આ સિઝનમાં બંને વચ્ચે રમાયેલા મેચમાં કોલકાતાએ બેંગ્લોરને 81 રનથી હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ સિઝનમાં અત્યાર સુધીમાં સાત મેચ રમી ચુકી છે. જેમાં તેણે ચારમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સીઝનમાં બેંગ્લોરની ટીમના આઠ પોઈન્ટ છે. કોલકાતા નાઈટ રાઈડર્સે આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં 2 જીત અને 5 હાર મેળવી છે. આ સીઝનમાં કોલકાતાની ટીમના ચાર પોઈન્ટ જ છે.
આજની મેચ બેંગ્લોરના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેદાનની વિકેટ બેટ્સમેનો માટે વધુ અનુકુળ હોય છે. આ વિકેટ પર ફાસ્ટ બોલરોને ખુબ ઓછી મદદ મળે છે જો કે આ વિકેટ પર સ્પિનર્સને મદદ મળે છે.
ફાફ ડુ પ્લેસિસ, દિનેશ કાર્તિક, વિરાટ કોહલી, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, સુયશ પ્રભુદેસાઈ, ડેવિડ વિલી, વાનિન્દુ હસરાંગા, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશક, હર્ષલ પટેલ, આકાશ દીપ, ફિન એલન, કર્ણ શર્મા, અનુજ રાવત, માઈકલ બ્રેસવેલ, સિદ્ધાર્થ કૌલ, સોનુ યાદવ, મનોજ ભંડાગે, વેન પાર્નેલ, રાજન કુમાર, અવિનાશ સિંહ, હિમાંશુ શર્મા.
નીતિશ રાણા , એન જગદીસન જેસન રોય, આન્દ્રે રસલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, કુલવંત ખેજરોલિયા, સુયશ શર્મા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ અય્યર, મનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા , લિટન દાસ, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, શાર્દુલ ઠાકુર, રહેમાનુલ્લા ગુરબાઝ, હર્ષિત રાણા, આર્ય દેસાઈ.