કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2023 ની 36મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 21 રનથી હરાવીને સતત ચાર પરાજય પછી તેમની પ્રથમ જીત નોંધાવી હતી. બેંગલુરુના એમ.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ જીત્યા બાદ KKRના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહનો નવો લૂક જોવા મળ્યો. મેચ બાદ રિંકુ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીના પગ સ્પર્શ કરતો જોવા મળ્યો હતો. રિંકુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.