ભારત આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજાનારા વનડે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. આ વર્લ્ડ કપને લઈને હવે મોટા સમાચાર આવી રહ્યા છે. આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચ અમદાવાદમાં રમાઈ શકે છે. સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે.
BCCI આ મેચ માટે મોદી સ્ટેડિયમને પસંદ કરી શકે
ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે ક્રિકેટ રસીકો હંમેશા ઉત્સાહી રહેતા હોય છે. આ બંને દેશો વચ્ચે ક્રિકેટ મેચ હાઈ વોલ્ટેજ હોય છે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા લોકો આતુર હોય છે ત્યારે આ બંને દોશો વચ્ચે વનડે વર્લ્ડ કપમાં મેચ અમદાવાદના નરેન્દ્ર મોદીમાં યોજાઈ શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડ આ બંને દેશોની મેચ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પસંદ કરી શકે છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ભારત નહી, આ દેશ પણ વર્લ્ડ કપ 2023નો પ્રબળ દાવેદાર છે, એરોન ફિંચે કરી ભવિષ્યવાણી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ
સુત્રોના અહેવાલ મુજબ BCCI અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની હાઈ-વોલ્ટેજ મેચની યજમાની સોંપવાનો નિર્ણય કરી શકે છે. આ સ્ટેડિયમમાં 1 લાખ પ્રેક્ષકોની બેઠક ક્ષમતા છે અને તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ પુરી થયા બાદ BCCI વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલની જાહેરાત કરી શકે છે. જો બધું બરાબર રહ્યું તો વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. આ મેગા ટુર્નામેન્ટ માટે 12 સ્થળો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાં નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ સહિત મુંબઈ, દિલ્હી, લખનઉ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર અને ધર્મશાલાનો સમાવેશ થાય છે. આ મેદાનો પર પ્રેક્ટિસ મેચો પણ રમાવાની સંભાવના છે.
ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, વર્લ્ડ કપ-એશિયા કપમાંથી બહાર થયો આ દિગ્ગજ ક્રિકેટર.
ભારત-પાક છેલ્લે વર્લ્ડ કપ 2019માં રમ્યા હતા.
આ સાથે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા કારણોસર પાકિસ્તાન તેની મોટાભાગની મેચ બેંગ્લોર અને ચેન્નાઈમાં રમી શકે છે. આ ઉપરાંત કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ત્રીજા સ્થળ તરીકે વાતચીત ચાલી રહી છે. પાકિસ્તાનના બાંગ્લાદેશી ચાહકોની મુસાફરીનું અંતર ઘટાડવા માટે આ ટીમની તમામ મેચો કોલકાતા અને ગુવાહાટીમાં યોજવામાં આવી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ વર્લ્ડ કપ 2019માં રમાઈ હતી. ત્યારથી બંને ટીમો ODI ફોર્મેટમાં સામસામે રમી શક્યા નથી.