IPL 2023માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિરાટ કોહલી પાસે ઈતિહાસ રચવાની તક છે. જો વિરાટ કોહલી દિલ્હી કેપિટલ્સ સામે 12 રન બનાવે છે તો તે આ લીગના ઈતિહાસમાં 7000 રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન બની જશે. એક જ ટીમ માટે એક જ ટુર્નામેન્ટમાં T20 ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ક્રિકેટર બનશે.
IPLમાં વિરાટ કોહલી 33 વખત અણનમ રહ્યો.
IPLમાં વિરાટ કોહલીએ અત્યાર સુધી 232 મેચોની 224 ઇનિંગ્સમાં 6988 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 33 વખત અણનમ રહ્યો છે. તેણે આ IPLમાં 5 સદી અને 49 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 612 ચોગ્ગા અને 229 છગ્ગા ફટકાર્યા છે. વિરાટ પાસે છેલ્લી મેચમાં પણ આ સિદ્ધિ મેળવવાની તક હતી પરંતુ તે 31 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ સ્થિતિમાં વિરાટ કોહલી પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઈતિહાસ રચવાની નજીક છે.
દિલ્હી સામે પણ મોટો રેકોર્ડ બનાવવાની તક
વિરાટ પાસે દિલ્હી કેપિટલ્સ સામે પણ મોટો રેકોર્ડ બનાવવાની તક છે. જો વિરાટ કોહલી દિલ્હી સામેની આ મેચમાં 25 રન બનાવે છે તો તે આ ટીમ સામે 1000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની જશે. રોહિત શર્મા દિલ્હી કેપિટલ્સ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 33 મેચમાં 977 રન બનાવ્યા છે જ્યારે વિરાટ કોહલીના ખાતામાં અત્યાર સુધીમાં 975 રન કર્યા છે.