ભારતીય હવામાન વિભાગ તરફથી જારી પૂર્વાનુમાન અનુસાર ધૂળ ભરેલા વાવાઝોડાના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં એર ક્વોલિટી ખૂબ ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. ડસ્ટી એર અને વાવાઝોડાના કારણે સવારના સમયે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી રહી. આઈએમડી અનુસાર દિલ્હી એનસીઆરમાં બુધવારે સવારે વાદળ છવાયેલા રહેવાથી હવામાન ખૂબ ખુશનુમા રહ્યુ. આ દરમિયાન લઘુતમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર સવારે નવ વાગે દિલ્હીની એક ક્વોલિટી ઈન્ડેક્સ 395 નોંધાયો જે ખૂબ ખરાબ શ્રેણીમાં આવે છે. બુધવારે સવારે 7 વાગે એક્યૂઆઈ 406 ને પાર કરી ગયો છે. દિલ્હીમાં મંગળવારે સાંજે ચાર વાગ્યા સુધી એક્યૂઆઈ 254 માપવામાં આવ્યો હતો. એર પ્રદૂષણના સ્તરમાં અચાનક વધારાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર આજે દિવસ દરમિયાન ધૂળ ભરેલુ વાવાઝોડુ અથવા ઝડપી પવન સાથે સામાન્ય વરસાદનું અનુમાન છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું પૂર્વાનુમાન છે. આઈએમડી અનુસાર બુધવારે દિલ્હી, ઉત્તર દિલ્હી, ઉત્તર-પૂર્વ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, મધ્ય-દિલ્હી અને પૂર્વ દિલ્હીમાં વરસાદની શક્યતા છે.
આ સિવાય એનસીઆરના લોની દેહાત, હિંડન એર ફોર્સ સ્ટેશન, ગાઝિયાબાદ, ઈન્દિરાપુરમ, છપરૌલા, ખરખૌદા બડૌત, બાગપત, મેરઠ, મોદીનગર, ગઢમુક્તેશ્વર, હાપુડ, સિયાના, સિકંદરાબાદ, બુલંદશહર, જહાંગીરાબાદ, સોનીપત, રોહતક અને આસપાસના વિસ્તારોમાં સરેરાશ વરસાદ પડી શકે છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર શૂન્યથી 50ની વચ્ચે એર ક્વોલિટી ઈન્ડેક્સને સારો, 51 થી 100ની વચ્ચે સંતોષજનક, 101 થી 200 ની વચ્ચે સરેરાશ, 201 થી 300 ની વચ્ચે ખરાબ, 301 થી 400 ની વચ્ચે ખૂબ ખરાબ અને 401 થી 500 ની વચ્ચે ગંભીર શ્રેણીમાં માનવામાં આવે છે.