અલ્લુ અર્જુનની પુષ્પ ફિલ્મના વિવિધ રાઈટ્સનું વેચાણ શરુ થઈ ગયું છે. તેના મ્યૂઝિક અને સેટેલાઈટ રાઈટ્સ ૬૦ કરોડમાં વેચાયાનું કહેવાય છે.
હજુ તો ફિલ્મ આગામી ડિસેમ્બરમાં રીલીઝ થવાની છે પરંતુ તે પહેલાં જ ઓટીટી પ્લેટફોર્મ્સ સાથે પણ સોદાબાજી ચાલી રહી છે. કેટલાક અંદાજ અનુસાર ઓટીટી ડીલ પણ આશરે ૫૦થી ૬૦ કરોડમાં ફાઈનલ થઈ શકે છે. આમ, રીલીઝ પહેલાં જ ‘પુષ્પા-ટુ’ની કમાણી ૧૦૦ કરોડને આબી જશે.
ફિલ્મના ‘અટાવા’, ‘સામી’, ‘તેરી ઝલક શ્રીવલ્લી’ જેવાં ગીતોએ માત્ર સાઉથમાં જ નહિ પરંતુ હિન્દીમાં પણ ધૂમ મચાવી હતી. આથી ભાગ બેના મ્યૂઝિક રાઈટ્સ માટે પણ બહુ તગડી ડીલ થઈ છે .
નિર્માતાઓ થિયેટર રીલીઝ માટે પણ ડિસ્ટ્રીબ્યૂટર્સ સાથે અત્યારથી સોદાબાજી કરી રહ્યા છે. પહેલા ભાગને ટિકિટબારી પર અણધારી સફળતા મળી હતી. તે પછી બીજા ભાગ માટે લોકોની ઉત્સુકતા ચરમસીમાએ છે. સાઉથમાં તો આ ફિલ્મના રોજેરોજનાં અપડેટ વાયરલ થાય છે.
ફિલ્મના પહેલા ભાગની બ્રાન્ડ વેલ્યૂ જોતાં બીજા ભાગ માટે વિશ્વભરમાં થિયેટર રીલીઝમાં એક હજાર કરોડની કમાણીનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.