મળતી માહિતી મુજબ અક્ષય કુમારની કોમેડી ફિલ્મ આવારા પાગલ દીવાના 2 માં મેકર્સે બે નવા પાત્રોની એન્ટ્રી કરી છે. આ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મુન્નાભાઈ અને સર્કિટ એટલે કે સંજય દત્ત અને અરશદ વારસી છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ અને જોની લીવરની મહત્વની ભૂમિકા હશે. તેમની સાથે હવે સંજય દત્ત અને અરશદ વારસી પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે કે આગામી વર્ષની શરૂઆતમાં શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે સંજય દત્ત અને અરશદ વારસીએ મુન્નાભાઈ સિરીઝમાં કામ કર્યુ છે ત્યારથી બંનેની જોડી પડદા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. બંને મુન્નાભાઈ અને સર્કિટના નામથી ફેમસ છે.